NavBharat
Sport

વન ડે અને ટી-20માં ક્રિકેટમાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલ સાથે ટોપ પર, ટીમના ખેલાડીઓના આ છે રેન્ક 

ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની અસર ICC રેન્કિંગમાં પણ જોવા મળી રહી છે. આઈસીસીની 12 અલગ-અલગ રેન્કિંગમાંથી ભારતીય ટીમ અથવા ભારતીય ખેલાડીઓએ આઠ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. 

ત્રણેય ફોર્મેટમાં ટીમના છે શાનદાર પ્રદર્શન 
T20માં ભારતીય ટીમ 16,137 પોઈન્ટ સાથે ટોચ પર છે, જ્યારે બીજા સ્થાને રહેલી ઈંગ્લેન્ડના 11,133 પોઈન્ટ છે. વનડેમાં ભારતીય ટીમ 6,640 પોઈન્ટ સાથે ટોપ પર છે. બીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયાના 4,926 પોઈન્ટ છે. ટેસ્ટમાં પણ ભારતીય ટીમ ટોપ પર છે. ભારતના 3,434 પોઈન્ટ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 3,534 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. બંને ટીમનું રેટિંગ 118 છે. ઓસ્ટ્રેલિયાએ ભારત કરતાં એક મેચ વધુ રમી છે. જેના કારણે આ ટીમ બીજા સ્થાને છે.

ટીમના ખેલાડીઓ પણ છે ટોપ પર
ભારતનો સૂર્યકુમાર યાદવ T20માં નંબર વન બેટ્સમેન છે અને બોલરોની રેન્કિંગમાં રવિ બિશ્નોઈ ટોચ પર છે. રુતુરાજ ગાયકવાડ પણ બેટ્સમેનોમાં સાતમા સ્થાને છે. ઓલરાઉન્ડર રેન્કિંગમાં હાર્દિક પંડ્યા ત્રીજા સ્થાને છે. વન ડેમાં ખેલાડીઓની વાત કરીએ તો બેટ્સમેનોમાં શુભમન ગિલ ટોપ પર છે. વિરાટ કોહલી ત્રીજા સ્થાને અને રોહિત શર્મા ચોથા સ્થાન પર છે. બોલરોમાં મોહમ્મદ સિરાજ ત્રીજા સ્થાને, જસપ્રીત બુમરાહ ચોથા સ્થાને, કુલદીપ યાદવ છઠ્ઠા અને મોહમ્મદ શમી 10મા સ્થાને છે. ઓલરાઉન્ડર રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા 10મા સ્થાને છે. ટેસ્ટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા બેટ્સમેનોની રેન્કિંગમાં 10માં નંબર પર છે. બોલરોમાં રવિચંદ્રન અશ્વિન ટોપ પર યથાવત છે. રવિન્દ્ર જાડેજા ત્રીજા સ્થાને છે. ઓલરાઉન્ડર રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા પ્રથમ સ્થાને અને રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને છે. અક્ષર પટેલ પણ પાંચમા સ્થાને યથાવત છે.

ભારતીય ટીમ ભલે એક દાયકાથી કોઈ ICC ટ્રોફી જીતી નથી, પરંતુ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં પણ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ દોઢ મહિના સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા ફાઈનલ સિવાય દરેક મેચમાં ચેમ્પિયનની જેમ રમી હતી. 

Related posts

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અબ્દુલ રઝાકે ફરી એકવાર આપ્યું શર્મનાક નિવેદન! કહ્યું- આ ક્રિકેટની જીત છે અને ભારતની..!

Navbharat

અલ્ટીમેટ ખો-ખો (સિઝન-2): ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓડિશા જગરનૉટનો દમદાર પ્રારંભ

Navbharat

IPL 2024: ગૌતમ ગંભીરે કરી ‘ઘર વાપસી’, શાહરૂખ ખાનની KKRમાં મળી આ મોટી જવાબદારી

Navbharat