જો તમે પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી PM કિસાન નિધિના 15મા હપ્તાને લઈ ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે યોજનાના 15મા હપ્તાના રૂ. 2 હજાર નવેમ્બરના અંતમાં પાત્ર ખેડૂતોના ખાતામાં આવી શકે છે. દરમિયાન, DBT એગ્રીકલ્ચર બિહારની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 15મા હપ્તાના લાભાર્થીઓ માટે eKYC કરાવવું જરૂરી છે. જેમણે eKYC કરાવ્યું નથી તેમને યોજનાનો લાભ નહીં મળી શકે.
આ રીતે ચેક કરો બેનિફિશિયરી સ્ટે્ટસ
સૌથી પહેલા પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/ પોર્ટલ પર જાઓ. હવે જમણી બાજુએ પીળી ટેબ ‘ડેશબોર્ડ’ દેખાશે, તેના પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી, તમે નવા પેજ પર પહોંચશો. તમારે વિલેજ ડેશબોર્ડ ટેબ પર તમારી સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે. અહીં રાજ્ય, જિલ્લા, ઉપ-જિલ્લા અને પંચાયત પસંદ કરો. હવે તમે શો બટન પર ક્લિક કરો. આ પછી તમે તમારી વિગતો પસંદ કરી શકો છો.