NavBharat
Entertainment

IMDb એ 2023 ના સૌથી લોકપ્રિય ભારતીય સ્ટાર્સની ઘોષણા કરી

મૂવીઝ, ટીવી અને સેલિબ્રિટી વિશેની માહિતી માટે વિશ્વના સૌથી લોકપ્રિય અને અધિકૃત સ્ત્રોત, IMDb એ આજે 2023ના ટોચના 10 સૌથી વધુ લોકપ્રિય ભારતીય સ્ટાર્સની ઘોષણા કરી છે, જે વાસ્તવિક પેજ વ્યૂઝના આધારે નક્કી કરવામાં આવે છે. વિશ્વભરમાં IMDb ના 200 મિલિયનથી વધુ માસિક વિઝિટર્સ માંથી. 2023 ની IMDb નંબર 1 ભારતીય સેલિબ્રિટી, શાહરૂખ ખાન, આ વર્ષે બે બ્લોકબસ્ટર (પઠાન અને જવાન) માં દેખાયા, જેણે આ વર્ષે અજોડ, વિશ્વવ્યાપી ચાહકોની રુચિ પેદા કરી.

“બે બ્લોકબસ્ટર સાથે શાહરૂખ ખાનના મોટા પડદા પર પાછા ફરવાથી લઈને, આંતરરાષ્ટ્રીય રોમાંચક ફિલ્મ હાર્ટ ઑફ સ્ટોન માં અભિનિત આલિયા ભટ્ટ સુધી, 2023ના IMDb મોસ્ટ પોપ્યુલર ઈન્ડિયન સ્ટાર્સની યાદી એ ભારતીય સ્ટાર્સને જાહેર કરે છે જેમણે IMDb આ વર્ષે ગ્લોબલ ઑડિયન્સમાં સૌથી વધુ ચાહકોનો ઉત્સાહ અને આકર્ષણ ઉત્પ્ન્ન કર્યાં હતાં.” IMDb ઇન્ડિયાના વડા યામિની પટોડિયાએ જણાવ્યું હતું. “અમારી આગવી ઇયર-એન્ડ-ટૉપ 10 યાદી વિશ્વભરના લાખો ચાહકોના પેજ વ્યૂઝના આધારે સંકલિત કરવામાં આવી છે જેઓ શોધવા, શું જોવું તે નક્કી કરવા અને પોતાના મનપસંદ સ્ટાર્સ વિશે વધુ જાણવા માટે IMDb પર આધાર રાખે છે.”

પોતાના ચાહકોનો આભાર માનતા, આલિયા ભટ્ટ (ક્રમાંક 2) એ કહ્યું : “IMDb એ પ્રેક્ષકોની પસંદગીનું સાચું પ્રતિનિધિત્વ છે. હું હંમેશા માનતી આવી છું કે તેઓ જ સાચા રાજાઓ અને રાણીઓ છે અને તેમનાથી આગળ કંઈ નથી. હું જે સ્થિતિમાં છું ત્યાં મને લાવવા માટે હું મારા પ્રેક્ષકોનો આભાર માનું છું. જ્યારે હું તેમનું મનોરંજન કરવાનું ચાલુ રાખવાની આશા રાખું છું, ત્યારે હું માત્ર પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરપૂર છું. હું સખત મહેનત કરવાનું અને સ્ક્રીન પર વધુ પ્રેરણાદાયી વાર્તાઓ અને પાત્રો લાવવાનું વચન પણ આપું છું.”

વામીકા ગબ્બી (ક્રમાંક 4), પ્રથમ વખત નિર્ણાયક IMDb ટોપ 10 ની યાદીમાં તેના સમાવેશ પર પ્રતિબિંબિત કરતા, કહ્યું: “આ IMDb મોસ્ટ પોપ્યુલર ઈન્ડિયન સ્ટાર્સની યાદીમાં મારી શરૂઆત છે, અને હું ખુશ છું! હકીકત એ છે કે IMDb વૈશ્વિક પ્રેક્ષકોની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે તે મારા માટે આને વધુ વિશેષ બનાવે છે. વિશાલ ભારદ્વાજ ની જાસૂસી થ્રિલર ખુફિયા અને વિક્રમાદિત્ય મોટવાણે ની પીરિયડ ડ્રામા જ્યુબિલી થી લઈને હૃદયસ્પર્શી વેબ સિરીઝ મોડર્ન લવ ચેન્નઈ તેમજ પંજાબી ફિલ્મ કાલી જોટ્ટા સુધી, મેં વિવિધ શૈલીઓ અને ભાષાઓમાં કામ કરવાનું એક વ્યસ્ત વર્ષ પસાર કર્યું છે, અને તેનો મને આનંદ છે અને આભારી છું કે મારા ચાહકોએ તેની પ્રશંસા કરી છે. હું મારા આગામી પ્રોજેક્ટ્સ પર સમાન સમર્પણ સાથે કામ કરવા અને મારા પર જે પ્રેમ વરસાવ્યો છે તે પરત કરવા આતુર છું.

Related posts

ફરહાન અખ્તરે ડોન 3ના નવા યુગની જાહેરાત કરી

Navbharat

અભિનેત્રી રશ્મિકા મંડન્નાના Deepfake વીડિયો પર ગુસ્સે થયા બિગ બી, કરી કાયદાકીય કાર્યવાહીની માગ!

Navbharat

ZEE5 દ્વારા સની દેઉલ અને અમીષા પટેલ અભિનિત વર્ષની સૌથી મોટી હિંદી બ્લોકબસ્ટર ગદર 2ના વૈશ્વિક ડિજિટલ પ્રસારણની ઘોષણા

Navbharat