NavBharat
Tech

નવા વર્ષના કેલેન્ડરને વાસ્તુ પ્રમાણે લગાવવા માગો છો તો ખાસ બાબતોનું રાખો ધ્યાન

નવા વર્ષ દરમિયાન કેટલાક ઘરોમાં પૂજાનું પણ આયોજન કરવામાં આવે છે. મુખ્યત્વે નવા વર્ષના દિવસે, ઘરની સજાવટ અને જાળવણી પર ધ્યાન આપવામાં આવે છે. ત્યારે આ સમયગાળા દરમિયાન નવા વર્ષના કેલેન્ડરો દરેક ઘરમાં લાગતા હોય છે. જેમાં વાર તિથી વગેરે જોઈ શકાય છે. ત્યારે કેલેન્ડરને યોગ્ય દિશામાં યોગ્ય રીતે લગાવવું પણ જરુરી છે. ઘરમાં કેલેન્ડર લગાવતી વખતે કેટલીક બાબતોની કાળજી લેવી જોઈએ. ખાસ કરીને વાસ્તુના હિસાબથી નવા વર્ષના કેલેન્ડરને લગાવવા ઈચ્છો છો તો કેટલીક બાબતોને ખાસ ધ્યાન રાખો. આ સમય દરમિયાન, તમામ ઘરોમાંથી જૂના કેલેન્ડર દૂર કરવામાં આવે છે અને નવા કેલેન્ડર સ્થાપિત કરવામાં આવે છે. જેથી નવા કેલેન્ડરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

વાસ્તુ અનુસાર ભૂલથી પણ ઘરના મુખ્ય દરવાજા પર કેલેન્ડર ન લગાવો. આમ કરવાથી તમારો પ્રગતિનો માર્ગ અવરોધાઈ શકે છે. નવા વર્ષનું કેલેન્ડર દરવાજાની પાછળ ન લગાવો. આવું કરવું ખૂબ જ અશુભ છે. તેથી, કેલેન્ડરને યોગ્ય દિશામાં જ મૂકવાની સલાહ આપવામાં આવે છે.

ઘરમાં નવા વર્ષનું કેલેન્ડર લગાવતા પહેલા જૂનું કેલેન્ડર કાઢી નાખો. આ પછી જ દિવાલ પર 2024નું નવું કેલેન્ડર લગાવો. વાસ્તુ અનુસાર ઘરમાં જૂનું કેલેન્ડર રાખવાથી તમારી પ્રગતિ અને જીવન પર અસર પડી શકે છે. વાસ્તુ અનુસાર નવા વર્ષનું કેલેન્ડર ઘરની ઉત્તર-પશ્ચિમ અથવા પૂર્વ દિવાલ પર જ રાખો. ભૂલથી પણ કેલેન્ડર દક્ષિણ દિશામાં ન લગાવો. આવું કરવાથી ઘરના વડાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

જો તમે તમારા ઘરમાં ચિત્રો સાથેનું કેલેન્ડર લગાવી રહ્યા છો, તો ધ્યાન રાખો કે કેલેન્ડર પરનું ચિત્ર સકારાત્મકતાનો સંદેશ આપતું હોવું જોઈએ. હિંસક પ્રાણીઓ, ઉદાસ ચહેરા અથવા નકારાત્મક ચિત્રોવાળા કેલેન્ડર ઘરમાં ક્યારેય ન લગાવવા જોઈએ.  કેલેન્ડર વાસ્તુ પ્રમાણે લગાવવામાં આવે તો તેનાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.

નવા વર્ષની શરુઆત લોકો નવા સંકલ્પ સાથે કરે છે 
 નવું વર્ષ દરેક માટે ખુશીઓ લઈને આવે છે ત્યારે નવા વર્ષના શુભ અવસર પર કેટલાક લોકો નવા કાર્યની શરૂઆત પણ કરે છે. એટલું જ નહીં કેટલાક લોકો આ દિવસે નવું વ્રત પણ લે છે. આ દિવસે ઘરને સ્વચ્છ રાખવામાં આવે તો આખું વર્ષ ઘરમાં આશીર્વાદ બની રહે છે.

Related posts

Tecnoના આ બજેટેડ ફોનની કિંમત અને ફીચર્સ જાણી તમને પણ નવાઈ લાગશે! આ મહિનામાં થઈ શકે છે લોન્ચ

Navbharat

પીરાણા ડમ્પસાઇટની કાયાપલટ : ૧૦૩ લાખ મેટ્રીક ટન જેટલો કચરો સાફ કરી અંદાજે ૩૫ એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી

Navbharat

નવો સ્માર્ટફોન OnePlus 12 64MP પેરિસ્કોપ ઝૂમ કેમેરા સાથે થશે ઉપલબ્ધ! 9 નવેમ્બરે યોજાશે ખાસ ઇવેન્ટ

Navbharat