NavBharat
Sport

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના અધિકૃત બેવરેજ ભાગીદાર Thums Upએ Disney+ Hotstar સાથે ક્રિકેટના દિગ્ગજોને સમાવતી ‘Thums Up FanPulse’ લોન્ચ કરી

માન્યામાં ન આવે તેવી શ્રેણી ક્રિકેટ ચાહકોને અને દિગ્ગજો-હર્ષા ભોગલે, સૌરવ ગાંગુલી, ગૌતમ ગંબીર, વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંઘ અને દિનેશ કાર્તિકને એકત્રિત કરે છે

પ્રથમ એપિસોડની લિંક:https://www.hotstar.com/in/shows/thums-up-fan-pulse/1260152395?filters=content_type%3Dshow_clips

નેશનલ, 15 સપ્ટેમ્બર 2023: ભારતની દેશમાં વિકસિત બેવરેજ બ્રાન્ડ ધી કોકા કોલા કંપની ‘Thums Up Fan Pulse’ (Thums Up ફેન્સ પલ્સ) લોન્ચ કરતા ખુશી અનુભવી રહી છે, જે Disney+ Hotstar સાથેના સહયોગમાં નવીન અને તરબોળ ક્રિકેટ અનુભવ છે. Thums Up Fan Pulse પ્રત્યેક અવાજને બુલંદ બનાવતા, જુસ્સાત્મક ચર્ચાઓનું સંવર્ધન કરતા, નિષ્ણાતોના જ્ઞાન અને અસમાંતરીત ચાહક ભાગીદારી સાથે ક્રિકેટ સામેલગીરીના નવા યુગની રજૂઆત કરે છે.

ક્રિકેટ કન્ટેન્ટ ક્ષેત્રે સૌપ્રથમ પહેલ સ્થાપિત થવા જઇ રહી છે, જે Thums Upના સાચા હેતુનો પડઘો પાડે છે. ‘Thums Up Fan Pulse’ ફક્ત એક પ્લેટફોર્મ જ નથી, પરંતુ તે મંતવ્યોની આપલે, નિષ્ણાતો સાથેની વાટાઘાટ અને અગત્યના પ્રશ્નો કરવા માટે ચાહકોનું એક ગતિશીલ સ્થળ છે:”શું ભારત જીતશે?” શ્રેણીમાં ટોચના નિષ્ણાતો જેમ કે સૌરવ ગાંગુલી, યુવરાજ સિંઘ, ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સહેવાગ, દિનેશ કાર્તિકનો સમાવેશ થાય છે અને તેનું સંચાલન “વોઇસ ઓફ ક્રિકેટ” – હર્ષા ભોગલે દ્વારા કરવામાં આવશે જેઓ આગામી વર્લ્ડ કપના પ્રત્યેક તબક્કા વિશે વિશિષ્ટ જ્ઞાન આપતા હોવાથી પ્રત્યેક ચાહકના ધબકારાનું નિરુપણ કરશે.

ડેટા, ટેક, અને સોશિયલ લિસનીંગ (શ્રવણ)નું સંકલન કરતા Thums Up ચાહકોની સામેલગીરીમાં એક ક્રાંતિ લાવે છે. તે ખેલાડીઓ, ટીમ ઇન્ડિયા વિશે એક આત્મદ્રષ્ટિ શોધી કાઢે છે અને વર્લ્ડ કપ પ્રત્યેક ક્રિકેટ ત્સાહી માટે અંગત કન્ટેન્ટ અનુભવને વિવિધ ચેનલ્સ જેમ કે પેક, ડિજીટલ અને OOH દ્વારા વેગ આપે છે, જેમાં ઉત્સાહીઓ ભાગી લે છે અને પ્લેટફોર્મ પર પોતાના મંતવ્યોની આપલે કરે છે.

‘Thums Up Fan Pulse’ના લોન્ચ અને Disney+ Hotstar સાથેના સહયોગ પર ટિપ્પણી કરતા કોકા કોલા ઇન્ડિયાના સ્પાર્કલીંગ ફ્લેવર્સના સિનીયર કેટેગરી ડિરેક્ટર અને સાઉથ વેસ્ટ એશિયાના ટીશ કોન્ડેનોએ જણાવ્યું હતુ કે, “અમે ‘Thums Up Fan Pulse”ના લોન્ચિંગની જાહેરાત કરતાં ખૂબ જ રોમાંચિત છીએ, જે દરેક ક્રિકેટ ચાહકોના ધબકારને સમાવે છે. Disney+ Hotstar સાથેની અમારી અનન્ય શ્રેણીના સહયોગથી, અમે ક્રિકેટના દિગ્ગજોને એક પ્લેટફોર્મ પર એકસાથે દર્શાવવા માટે સન્માન અનુભવીએ છીએ. અમારો ઉદ્દેશ્ય ક્રિકેટના ઉત્સાહીઓને એક કરવાનો, ચાહકોને જોડવાનો અને આગામી ICC વર્લ્ડ કપ માટે ઉત્સાહ વધારવાનો છે.”

ડીઝની સ્ટાર ખાતેના એડ સેલ્સના નેટવર્કના વડા અજિત વર્ગીસએ જણાવ્યું હતું કે, “ક્રિકેટ એક વ્યૂહાત્મક રમત હોઈ શકે છે, પરંતુ તેમાં હૃદય અને દિમાગને સમાન રીતે સામેલ કરવામાં આવે છે. એક ઓવરમાં સિક્સરની શક્યતાઓની ગણતરી કરવી હોય કે પછી છેલ્લા બોલે સિક્સર ફટકારવા માટે પ્રાર્થના કરવાની હોય, આ લાગણીનું મિશ્રણ રમતને શાનદાર બનાવે છે. Disney+ Hotstar પર, થમ્સ અપ પલ્સ જેવી અનોખી શ્રેણી તૈયાર કરવા માટે Thums Up સાથે ભાગીદારી કરવામાં અમને ગર્વ છે. તે સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર સહેવાગ, હર્ષા ભોગલે અને આગામી ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માટે અન્ય અગ્રણી નામ ધરાવતા નિષ્ણાતો દ્વારા સેવા આપતા તર્ક અને જુસ્સા સાથે ક્રિકેટ માટેની અમારી રાષ્ટ્રીય તૃષા સંતોષે છે.”

Thums Up Fan Pulse, Disney+ Hotstar સાથેની એપિસોડિક શ્રેણીથી લઈને બાઈટ-કદની સામગ્રી સુધી વિવિધ સામગ્રી ફોર્મેટ ઓફર કરે છે. ICC વર્લ્ડ કપ વિશે આકર્ષક વાર્તાલાપ શરૂ કરીને, તે ઉત્સાહને જીવંત રાખે છે. Thums Up ક્રિકેટ વાર્તાલાપને વધારવા અને નવીનતા દ્વારા ચાહકોને એક કરવા માટે સમર્પિત રહે છે. ગ્રાહકો Thums Up ખરીદી શકે છે, પેક પરનો QR કોડ સ્કેન કરી શકે છે અને Thums Up Fan Pulseનો ભાગ બનવા માટે તેમના મંતવ્યો વ્યક્ત કરી શકે છે.

કોકા-કોલા ઇન્ડિયા વિશે

ભારતમાં કોકા-કોલા એ દેશની અગ્રણી બેવરેજ (પીણા) કંપનીઓમાંની એક છે, જે ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાવાળા અને પ્રેરણાદાયક પીણા વિકલ્પોની શ્રેણી ઓફર કરે છે. કંપની ‘જીવન માટે પીણાં’ના તેના વિઝનને અનુરૂપ ઉત્પાદનોનો વિશાળ પોર્ટફોલિયો ઓફર કરે છે જેમાં હાઇડ્રેશન, સ્પોર્ટ્સ, સ્પાર્કલિંગ, કોફી, ચા, ન્યૂટ્રીશન, જ્યુસ અને ડેરી આધારિત ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ભારતમાં તેની બેવરેજ રેન્જમાં કોકા-કોલા, કોકા-કોલા ઝીરો સુગર, ડાયેટ કોક, થમ્સ અપ, થમ્સ અપ દ્વારા ચાર્જ થયેલ, ફેન્ટા, લિમ્કા, સ્પ્રાઈટ, માઝા, મિનિટ મેડ રેન્જના જ્યુસનો સમાવેશ થાય છે. કંપની લિમ્કા સ્પોર્ટ્સ, સ્માર્ટવોટર, કિનલે, દાસાની અને બોનાક્વા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર અને કિન્લી ક્લબ સોડા સહિતના હાઇડ્રેશન બેવરેજ પણ ઓફર કરે છે. પ્રીમિયમ ઉત્પાદનો શ્વેપ્સ અને સ્માર્ટવોટરની રચના કરે છે. વધુમાં, તે ચા અને કોફીની કોસ્ટા કોફી શ્રેણી ઓફર કરે છે. કંપની સતત તેના પોર્ટફોલિયોમાં, તેના પીણાંમાં ખાંડ ઘટાડવાથી લઈને નવીન નવા ઉત્પાદનો બજારમાં લાવવા સુધી પરિવર્તન લાવી રહી છે.

કંપની તેની માલિકીની બોટલિંગ કામગીરી અને ફ્રેન્ચાઇઝ બોટલિંગ ભાગીદારો સાથે લગભગ 4 મિલિયન રિટેલ આઉટલેટ્સનું મજબૂત નેટવર્ક ધરાવે છે જેના દ્વારા તે સમગ્ર દેશમાં લાખો ગ્રાહકોને તાજગી આપે છે. તે તેની મૂલ્ય શ્રૃંખલામાં વોટર રિપ્લેનીશમેન્ટ, પેકેજિંગ રિસાયક્લિંગ, ટકાઉ કૃષિ પહેલ અને કાર્બન ઉત્સર્જન ઘટાડા દ્વારા લોકોના જીવન, સમુદાયો અને ગ્રહ પર સકારાત્મક અસર કરવા માંગે છે.

વૈશ્વિક સ્તરે તેના બોટલિંગ ભાગીદારો સાથે મળીને, કોકા-કોલા કંપની 700,000થી વધુ લોકોને રોજગારી આપે છે, જે વિશ્વભરના સ્થાનિક સમુદાયો માટે આર્થિક તકો લાવવામાં મદદ કરે છે. www.cocacolacompany.com પર વધુ જાણો અને Twitter, Instagram, Facebook અને LinkedIn પર અમને અનુસરો.

Related posts

મીરાબાઈ ચાનુ આગામી ઓલિમ્પિક પહેલા તાલીમ માટે પેરિસ જશે

Navbharat

સ્વિટોલીનાએ ટોચની ક્રમાંકિત સ્વિએટેકને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.

Navbharat

વર્લ્ડ કપ-2023માં ખરાબ પ્રદર્શન વચ્ચે ઇંગ્લેન્ડને વધુ એક ઝાટકો, આ સ્ટાર ઓલરાઉન્ડરે કરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત

Navbharat