NavBharat
Entertainment

આ દિવસે થિયેટર્સમાં ધમાલ મચાવશે હૃતિક રોશનની ‘વોર 2’, સામે આવી રિલીઝ ડેટ, ફિલ્મમાં જુનિયર NTRની પણ થઈ શકે છે એન્ટ્રી

બોલિવૂડ અભિનેતા હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની ‘વોર’ ફિલ્મે બોક્સ ઑફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, હવે ફેન્સ ‘વોર 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે નિર્માતાઓએ ‘વોર 2’ની રિલીઝ ડેટને લઈને મોટી અપડેટ આપી છે. નિર્માતાઓએ રિલીઝ ડેટ જાહેર કરી છે. જે મુજબ, આ ફિલ્મ વર્ષ 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પોસ્ટથી ફેન્સની ઉત્તેજનાનું સ્તર વધુ વધી ગયું છે.

14મી ઓગસ્ટે રિલીઝ થશે

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વિટ કરીને ફિલ્મની સત્તાવાર રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. તરણ આદર્શે ટ્વિટ કર્યું- ‘YRF સ્પાય યુનિવર્સ ની છઠ્ઠી ફિલ્મ વોર-2 ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 14 ઓગસ્ટ, 2025ના રોજ રીલિઝ થશે. YRF આ ફિલ્મનું નિર્માણ કરી રહી છે. આ ફિલ્મની જાહેરાત સાથે જ ચાહકોની ઉત્તેજના વધુ વધી ગઈ છે. જોકે, આ ફિલ્મને સિનેમાઘરોમાં જોવા માટે તેમને થોડી રાહ જોવી પડશે.

2019માં રિલીઝ થઈ હતી વૉર

આ વખતે રિતિક રોશન સિવાય જુનિયર એનટીઆર પણ ‘વોર 2’માં જોવા મળી શકે છે. આ વખતે કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે. જ્યારે હૃતિક રોશન ‘વોર’માં ટાઇગર શ્રોફ અને વાણી કપૂર સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેક્શન કર્યું હતું.

Related posts

રણવીર સિંહે દીપિકા પાદુકોણને રોમેન્ટિક કિસ કરવા માટે રેમ્પ વોક થોભાવ્યું

Navbharat

કેટરિના કૈફ બીચ પર પતિ વિક્કી કૌશલ સાથે 40 વર્ષની થઈ.

Navbharat

રાજકુમાર રાવનો જન્મદિવસ

Navbharat