ભારત માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં સારું પ્રદર્શન કરવું મુશ્કેલ બનશે. ખેલાડીઓની વાત કરીએ તો અત્યાર સુધી આપણા ખેલાડીઓ સારું પ્રદર્શન કરતા આવ્યા છે પરંતુ ટીમ ઈન્ડિયાએ આ સીરીઝ માટે પણ કમર કસવી પડશે. કેમ કે, દક્ષિણ આફ્રિકાની પીચો પર બેટિંગ કરવી મુશ્કેલ છે અને આ માટે બેટ્સમેનોએ જવાબદારીપૂર્વક બેટિંગ કરવા માટે ટીમે ગેમ પ્લાન બનાવવો પડશે. આ સાથે આફ્રિકન ખંડમાં રમવા માટે શારીરિક કઠિનતાને બદલે માનસિક મક્કમતાની જરૂર પડશે. તેમ દ્રવીડે કહ્યું હતું.
10 ડિસેમ્બર રવિવારથી શરૂ થનારી ત્રણ મેચની T20, ત્રણ મેચની ઓડીઆઈ અને બે મેચની ટેસ્ટ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. સૂર્યકુમાર યાદવ ડરબનમાં રમાનારી પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે જ્યારે રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે પોતાનો બીજો કાર્યકાળ દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી શરૂ કરશે.
આ સાથે દ્રવિડે કહ્યું કે, દરેક બેટ્સમેન પાસે એક ગેમ પ્લાન હશે કે તેઓ કેવી રીતે આગળ વધવા માંગે છે, જ્યાં સુધી તેઓ તેના વિશે સ્પષ્ટ છે અને તેઓ તેના માટે પ્રતિબદ્ધ છે અને તેના માટે પ્રેક્ટિસ કરે છે, તે સારું છે. ICC રેન્કિંગમાં કોઈ એક ટીમનું વર્ચસ્વ કદાચ પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું, જેટલું વર્તમાનમાં ભારતનું વર્ચસ્વ છે. ICC કુલ નવ ખેલાડીઓની રેન્કિંગ બહાર લાવે છે અને તેમાંથી પાંચ ભારતીય ખેલાડીઓ ટોચ પર છે.
ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં ICC રેન્કિંગમાં ટોચ પર યથાવત છે. તે જ સમયે, પાંચ ભારતીય ખેલાડીઓ અલગ અલગ વ્યક્તિગત રેન્કિંગમાં ટોચ પર છે. હાલમાં જ રવિ બિશ્નોઈ T20માં ટોપ બોલર બન્યો છે. ICC રેન્કિંગમાં ભારતનું વર્ચસ્વ તમામ ફોર્મેટમાં ટોચ પર છે પાંચ ખેલાડીઓ પણ સંબંધિત રેન્કિંગમાં ટોચ પર છે. જેથી આ સ્ટારડમ ત્યાં પણ બરકરાર રાખવ પડશે ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની અસર ICC રેન્કિંગમાં પણ જોવા મળી રહી છે. આઈસીસીની 12 અલગ-અલગ રેન્કિંગમાંથી ભારતીય ટીમ અથવા ભારતીય ખેલાડીઓએ આઠ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.