NavBharat
Health

યુરિક એસિડનું ઊંચુ સ્તર: શા માટે સમયસર શોધી કાઢવુ અગત્યનું છે

જ્યારે કોઇ વ્યક્તિમાં યુરિક એસિડનું સ્તર ઊંચુ હોય છે, જે તેમના રક્તમાં શરીરની નકામી પ્રોડક્ટ છે ત્યારે દર્દીના આરોગ્ય પર નોંધપાત્ર અસર હોઇ શકે છે. આ સામાન્ય સ્થિતિ, જે હાયપરયુરીસેમીયા તરીકે પણ ઓળખાય છે તે તાત્કાલિક લક્ષણો સાથે હાજર ન પણ હોઇ શકે, પરંતુ તેની લોકોની સુખાકારી પરની લાંબા ગાળાની અસર નોંધપાત્ર હોઇ શકે છે. જ્યારે ઘણી વખત તેનુ નિદાન થઇ શકતુ નથી તેવા સંજોગોમાં આપણે જોખમી પરિબળો અને વહેલાસર સ્ક્રીનીંગને ઓળખી કાઢવા પર ભારે ધ્યાન આપવાની જરૂર છે.

ભારતમાં એબોટ્ટના એસોસિયેટ મેડીકલ ડિરેક્ટર ડૉ. કાર્તિક પીથમ્બરમએ ટિપ્પણી કરતા જણાવ્યું હતુ કે, “જ્યારે યુરિક એસિડનું ઉચ્ચ સ્તર શરીર પર નોંધપાત્ર અસર કરી શકે છે, મોટાભાગના દર્દીઓમાં લક્ષણો જોવા મળતા નથી. આનાથી લોકો માટે જોખમી પરિબળોને ઓળખવા અને તેઓ તેને સમયસર શોધી શકે તે માટે તેમની જાતે તપાસ કરાવવી મહત્વપૂર્ણ બને છે, અસરકારક રીતે તેનું વ્યવસ્થાપન કરી શકે અને સંબંધિત ગૂંચવણોના જોખમને ઘટાડી શકે છે. અમારો પ્રયાસ એ છે કે ડોકટરો અને દર્દીઓ બંનેને ટેકો આપતા ઉકેલો સાથે સ્ક્રીનીંગ અને સંભાળની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ કરવી છે. આ સુનિશ્ચિત કરી શકે છે કે લોકો તેમના યુરિક એસિડના સ્તરને નિયંત્રણમાં રાખવા માટેની યોગ્ય માહિતી સાથે સશક્ત છે.”

અમદાવાદની એવિયોન કીડની હોસ્પિટલના નેફ્રોલોજીસ્ટ ડૉ. તેજસ પટેલએ ટિપ્પણી કરતી જણાવ્યું હતુ કે, “એક અભ્યાસ અનુસાર એક અભ્યાસ મુજબ, ડાયાબિટીસ, હાયપરટેન્શન અથવા બંને સ્થિતિવાળા 30%થી વધુ દર્દીઓમાં હાયપરયુરીસેમીયા હોય છે. યુરિક એસિડનું ઊંચું સ્તર લાંબા ગાળાના કીડની રોગ અને તીવ્ર કીડની ઈજાના વિકાસ માટે જોખમી પરિબળો પણ હોઈ શકે છે. છતાં, લક્ષણો ન જોવા મળતા હોય તેવા કેસોમાં, આનું નિદાન થઈ શકે છે. પ્રારંભિક સ્ર્કીનીંગ અને ઉન્નત યુરિક એસિડનું યોગ્ય વ્યવસ્થાપન વ્યક્તિના સ્વાસ્થ્યનું સારી રીતે વ્યવસ્થાપન કરવા અને સંબંધિત પરિસ્થિતિઓને રોકવા અથવા તેનું વ્યવસ્થાપન કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.”

ખાસ કરીને કીડનીઓ શરીરમાં પેદા થતા 60%થી 65% યુરિક એસિડને દૂર કરે છે, જેને જે તે વ્યક્તિની રક્તવાહીનીમાં પેશાબ દરમિયાન ફિલ્ટર થાય છે. જ્યારે બાકી રહેલ બગાડ ગટ (આંતરડા અથવા પિત્ત) દ્વારા દૂર થાય છે. જ્યારે વધુ પ્રમાણમાં યુરિક એસિડ તૈયાર થાય છે અથવા મળમૂત્રનું યોગ્ય રીતે વિસર્જન ન થાય ત્યારે તે એક સમસ્યા બને છે. જે સ્ફટિક બનવામાં પરિણમે છે, જે જે તે વ્યક્તિના સાંધામાં અથવા તો કીડનીમાં એકત્રિત થાય છે અને તે સંધિવા (આર્થરાઇટીસનું દુઃખદાયક સ્વરૂપ), કીડનીની પથરી અથવા અન્ય આરોગ્યને લગતી ગૂંચવણોમાં પરિણમે છે.

આ સમસ્યા કેટલી સામાન્ય છે?અભ્યાસો સુચવે છે કે હાયપરયુરીસેમીયા ભારતમાં સતત વૃદ્ધિ પામતો પડકાર છે. ભારતના વિવિધ રાજ્યોમાં તેનું અસ્તિત્વ અલગ અલગ છે, જે કેટલાક પ્રદેશોમાં તે 47.2% સુધી જાય છે. ઊંચુ યુરિક એસિડ પણ પુરુષો અને વૃદ્ધો જેવી ખાસ કરીને ચોક્કસ વસ્તીઓમાં સામાન્ય છે.

રક્તમાં યુરિક એસિડનું ઉન્નત સ્તર ચોક્કસ કીડની, ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ અથવા હોરોમોનલ રોગનું કારણ બની શકે છે જે શરીરમાથી યુરિક એસિડને સામાન્ય દૂર કરવાની પ્રક્રિયાને અવરોધી શકે છે. જ્યારે કોઇ વ્યક્તિ ચરબીયુક્ત માંસ, સિફૂડ, શરાબ, સૂકા કઠોળ, મધુશર્કરાથી સમૃદ્ધ ખોરાકની વધુ પડતી માત્રાનો વપરાશ કરે છે ત્યારે યુરિક એસિડનું સ્તર ઊંચુ જાય છે, જે સફરજન, તરબૂચ અને વધુ પદાર્થોમાં કુદરતી રીતે મળી આવતી સ્યુગરના વધારામાં પરિણમે છે.

હાયપરયુરીસેમીયાને ઓળખી કાઢવાની યાત્રા

ઊંચુ યુરીકનું સ્તર સાથેની કેટલીક વ્યક્તિઓને તીવ્ર સાંધાનો દુઃખાવો, નરમાશ, લાલાશપણુ અથવા સોજો આવી શકે છે. જ્યારે ઊંચુ યુરિક એસિડનું સ્તર કીડનીની પથરીમાં પરિણમે છે, ત્યારે જે તે વ્યક્તિને પીઠ કે ઉદરનો દુઃખાવો, નસકોરી ફૂટવી, પેશાબ કરતી વખતે સમસ્યા કે દુઃખાવાની નિશાનીઓ જોવા મળી શકે છે. આમ છતાં હાયપરયુરીસેમીયા સાથેના આશરે 60%લોકોને આવા લક્ષણોનો અહેસાસ ન પણ થાય. પરિણામે ઘણા લોકોમાં નિદાન થતુ નથી. આમ છતાં, હાયપરલ્યુસેમીયાના લક્ષણો ન દેખા દેવા તે કાર્ડીયોવાસ્ક્યુલર, સ્થૂળતા, ડાયાબિટીઝ અને વધુ જેવી પરિસ્થિતિઓ માટે એક જોખમી પરિબળ છે. ,

આ સ્થિતિમાં તમારું જોખમ ત્યારે વધી શકે છે જો તમે પુરૂષ, વૃદ્ધ, સ્થૂળતા ધરાવતા હોય અથવા બોડી માસ ઇન્ડેક્સ વધારે હોય અથવા લાલ માંસ, સીફૂડ, શરાબ અથવા મધુશર્કરાનું વધુ પ્રમાણ ધરાવતો આહાર હોય. હાયપરટેન્શન, ડાયાબિટીસ, કીડની રોગ, હાઈપરલિપિડેમિયા અને હાઈપોથાઈરોડિઝમ જેવી પરિસ્થિતિઓ ધરાવતા લોકો પણ વધુ જોખમમાં છે.

વાસ્તવમાં, અમુક પ્રતિષ્ઠિત તબીબી સંસ્થાઓએ કાર્ડિયોવેસ્ક્યુલર રોગો, ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ડ્રોમ અને કીડની પથરી ધરાવતા દર્દીઓ માટે હાઇપરયુરીસેમીયા સ્ક્રીનીંગની ભલામણ કરી છે. જોખમ મૂલ્યાંકન સ્કેલ જેવા સરળ સાધનો ઉપલબ્ધ છે, જે યુરિક એસિડના ઉન્નત સ્તરના સંભવિત જોખમની ગણતરી કરી શકે છે.

સમયસર નિદાન સાથે સંબંધિત ગૂંચવણોને દૂર કરવી

અધ્યયનોએ સૂચવ્યું છે કે ઉચ્ચ યુરિક એસિડના સ્તરો ધરાવતા લોકોમાં પણ કાર્ડિયોવેસ્ક્યુલર રોગો થવાનું જોખમ વધારે હોય છે. હાયપરટેન્શન, તીવ્ર ઇસ્કેમિક સ્ટ્રોક અથવા કોરોનરી ધમની બિમારી ધરાવતા લોકોમાં હાયપરયુરીસેમીયાનું પ્રમાણ વધુ હોય છે. સંશોધન એ પણ સૂચવે છે કે યુરિક એસિડના સ્તરમાં વધારો ઇન્સ્યુલિન પ્રતિકારને પ્રોત્સાહન આપી શકે છે, જે પ્રકાર 2 ડાયાબિટીસના વિકાસ તરફ દોરી શકે છે.

વધુમાં, હાયપરયુરીસેમીયા અને તેની સંબંધિત ગૂંચવણોને રોકવા માટે લોકો જીવનશૈલીમાં અમુક ફેરફારો કરી શકે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: દૈનિક કસરત કરવી અને વજનને નિયંત્રિત રાખવું, લાલ માંસ, માછલી અને શરાબનો વપરાશ મર્યાદિત કરવો, ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનોનું સેવન કરવું, પૂરતા પ્રમાણમાં વિટામિન સી-સમૃદ્ધ ખોરાક, અને વધુ વનસ્પતિ પ્રોટીન, બદામ અને કઠોળ ધરાવતાં ઉચ્ચ મધુશર્કરા કોર્ન સીરપ (ખાંડનો એક પ્રકાર), ખાંડ-આધારિત પીણાંમાં ઘટાડો કરે છે.

લોકોએ તેમના ડૉક્ટરોનો સંપર્ક કરવો

Related posts

સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 290 કરોડનો સૌથી વધુ ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

Navbharat

શિયાળાની ઋતુમાં ચપટી હીંગ બનશે અનેક રીતે ફાયદાકારક, સ્વાદ વધારતી હીંગના સમજો ફાયદા

Navbharat

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

Navbharat