NavBharat
Health

ગરમ ટી ઉપરાંત આઈસ ટી પીવાના શોખીન લોકો માટે આ છે સારા સમાચાર, જાણો ફાયદા

આઈસ ટીને કોલ્ડ ટી કહેવામાં આવે છે. ગરમ ચાથી વિપરીત, તે તમને ઠંડા રાખવાનું કામ કરે છે અને તેના ઘણા શારીરિક ફાયદા પણ છે. ઠંડી ચા બરફ સાથે બનાવવામાં આવે છે. જો કે, તે ફક્ત કાળી અથવા લીલી ચામાંથી જ બનાવવામાં આવે છે. કેટલાક લોકો હર્બલ ટીમાં બરફ ઉમેરીને આઈસ ટી અથવા કોલ્ડ ટી પણ બનાવે છે. તેનો સ્વાદ વધારવા માટે તેમાં લીંબુ, પીચ, ચેરી અને નારંગી જેવા ફ્લેવર ઉમેરી શકાય છે. ઠંડી ચામાં મળતા પોષક તત્વો સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ છે.

કોલ્ડ ટીમાં પોટેશિયમ, ડાયેટરી ફાઈબર, મેંગેનીઝ, કેફીન, ફ્લોરાઈડ, ફ્લેવોનોઈડ્સ અને ઘણા એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. અન્ય પ્રકારની આઈસ્ડ ટી જેવી કે ગ્રીન અથવા હર્બલ ટીમાં વિવિધ પોષક તત્વો હોય છે. તેમાં કેફીનનું પ્રમાણ નહિવત હોય છે. પીવાથી વજન ઓછું થાય છે, શરીરને હાઇડ્રેટેડ રાખી શકાય છે, કેન્સરનું જોખમ ઓછું થાય છે, તે હૃદય રોગ સામે રક્ષણ આપવાનું કામ કરે છે અને શરીરને મુક્ત રેડિકલથી રક્ષણ આપે છે.

આ ઉપરાંત જ્યારે ગરમ ચાની વાત કરીએ તો તેમાં, મોટી માત્રામાં કેફીન હોય છે, જે એક ખાસ પ્રકારનું ઉત્તેજક છે. એટલા માટે ચા પીવાથી ઊંઘ અને થાક દૂર થાય છે. આ પીવાથી લોકો તાજગી અનુભવે છે.  ખોટી રીતે વધુ પડતી ગરમ ચા પીવાથી ઊંઘના ચક્રમાં પણ ખલેલ પડે છે. તેમાં રહેલ કેફીનની વધુ માત્રા મગજ પર ખરાબ અસર કરી શકે છે.
 
મોટાભાગના ઘરોમાં મહેમાનોનું સ્વાગત ચા સાથે કરવામાં આવે છે.ઓફિસમાં થાક અને ઊંઘ દૂર કરવા ચાનો ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ આઈસ ટી મોટા ભાગે ઓછી પીવાતી હોય છે.  જો કે, ચા પીવાની સાથે સાથે લોકોને તેના ફાયદાઓ પણ જાણવા જરુરી છે. ક્યારેક લોકો વધુ પડતી ગરમ ચા પણ પીતા હોય છે. જેનું વધુ પડતું સેવન પણ ન કરવું જોઈએ.

Related posts

દરરોજ 4,000 પગલાં ચાલવાથી મૃત્યુનું જોખમ ઓછું થાય છે: અભ્યાસ

Navbharat

કોરોના વાયરસના કેસ: ભારત

Navbharat

એચડીએફસી એર્ગો 6 નવી પ્રોડક્ટ્સ અને 2 સર્વિસ અપગ્રેડ્સની શરૂઆત સાથે આરોગ્ય વીમાને સુલભ, સસ્તું અને અનુકૂળ બનાવવા માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.

Navbharat