NavBharat
Sport

ટીમ ઈન્ડિયા માટે હાર્દિક પંડ્યાની વાપસી જરૂરી, ટી-20 વર્લ્ડ કપ પહેલા શું થશે વાપસી  

ટીમ ઈન્ડિયા માટે હાર્દિક પંડ્યાની વાપસી જરૂરી. ટી-20 વર્લ્ડ કપ પહેલા હાર્દિક ફિટ થઈને ઉભરે તેને લઈને બીસીસીઆઈ દ્વારા પણ તેની ફિટનેસ પર ખાસ ધ્યાન રાખવા માટે પ્લાન બનાવવામાં આવ્યો છે. જેથી તે જલદી જ ફિટ થઈને ટીમમાં વાપસી કરશે.
 
આવતા વર્ષે જૂન મહિનામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં હાર્દિક ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી હશે. ખાસ કરીને ભારતીય ટીમના આ ઓલરાઉન્ડર ખેલાડીને મહત્વના ખેલાડી તરીકે અત્યારથી જ જોવામાં આવી રહ્યો છે. કેમ કે, આઈપીએલમાં ઓલરાઉન્ડર તરીકેનું તેનું પરફોર્મન્સ સારું રહ્યું છે પરંતુ કેપ્ટનશિપના અનુભવના કારણે ટીમને પણ તેને મજબૂતાઈ એક ટ્રોફી ઓછા સમયમાં નામે કરીને આપી છે. ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે ફરી એકવાર ટીમની બહાર થઈ ગયો છે.જે ઈજાથી જલદી જ ઉભરશે.

 ટીમના કેપ્ટન રોહિત શર્માએ 2022 T20 વર્લ્ડ કપ બાદ દેશ માટે એકપણ T20 મેચ રમી નથી. તેની ગેરહાજરીમાં, હાર્દિકે મોટાભાગએ ટીમની કમાન સંભાળી છે. આવી સ્થિતિમાં આગામી વર્લ્ડ કપમાં માત્ર હાર્દિક પંડ્યા જ ભારતનો કેપ્ટન બની શકે છે. આ કારણોસર, BCCI તેની ફિટનેસનું ખાસ ધ્યાન રાખી રહ્યું છે અને તેની વાપસીની કોઈ ઉતાવળ નથી.

 વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિકને ઈજા થઈ હતી. જેના કારણે તે વિશ્વ કપની મોટાભાગની મેચોમાં રમી શક્યો ન હતો. સાઉથ આફ્રિકાના પ્રવાસમાં તેની વાપસી થવાની આશા હતી, પરંતુ તેનું નામ ટીમમાં સામેલ કરવામાં આવ્યું ન હતું.

હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCIએ હાર્દિકની ફિટનેસ માટે ખાસ પ્લાન બનાવ્યો છે. હાર્દિક પોતાને સંપૂર્ણ રીતે ફિટ બનાવવા માટે 18 અઠવાડિયા સુધી સખત મહેનત કરશે. આ પછી તે માર્ચ મહિનામાં વાપસી કરી શકે છે. આ સ્થિતિમાં તે અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે રમાનારી T20 શ્રેણીમાં પણ રમી શકશે નહીં.

Related posts

Essilor®ભારતમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વિરાટ કોહલીને પસંદ કર્યા

Navbharat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઇઝર ઇવેન્ટ નો પ્રારંભ કરાવ્યો

Navbharat

ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ શમીને આ અભિનેત્રી આપ્યો લગ્નનો પ્રસ્તાવ, કહ્યું- તું તારું અંગ્રેજી સુધાર, હું લગ્ન માટે તૈયાર છું…!

Navbharat