NavBharat
Business

ટાટા મોટર્સની 100 ઇલેક્ટ્રિક બસ સાથે ગુવાહાટીએ હરિયાળો માર્ગ અપનાવ્યો

ભારતની સૌથી મોટી વ્યાપારી વાહનોની ઉત્પાદક ટાટા મોટર્સએ આસામ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એએસટીસી)ને 100 ઇલેક્ટ્રિક
બસ સપ્લાય કરી હોવાની આજે ઘોષણા કરી હતી. ગુવાહાટીના માર્ગો પર ફરનારી શહેર પરિવહન માટે 9 મીટરની, એર કન્ડીશન્ડ ટાટા અલ્ટ્રા ઇલેક્ટ્રિક બસની ડિઝાઇન
સલામતી, આરામદાયક અને સુગમ મુસાફરી પૂરી પાડી શકાય તે રીતે કરવામાં આવી છે. ઝીરો ઉત્સર્જન બસને ઘરેલુ સ્તરે નેક્સ્ટ-જેન આર્કિટેક્ચર પર તૈયાર કરવામાં
આવી છે જે અદ્યતન ફીચર્સથી સજ્જ છે અને એડવાન્સ્ડ બેટરી સિસ્ટમ ધરાવે છે. આ બસને આસામના માનનીય મુખ્યપ્રધાન ડૉ. હિમંતા બિસ્વા દ્વારા 1
જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવી હતી.
  
આ ઘોષણા પર ટિપ્પણી કરતા ટાટા મોટર્સના વાઇસ પ્રેસિડન્ટ અને CV મોટર્સના બિઝનેસ વડા શ્રી રોહિત શ્રીવાસ્તવએ જણાવ્યું હતુ કે, “સાર્વજનિક પરિવહનને વધુ
અસરકારક અને કાર્યક્ષમ બનાવવું એ અમારો ઉદ્દેશ છે અને અમને ઇલેક્ટ્રિક બસોનો આધુનિક કાફલો પૂરો પાડવાની તક આપવા બદલ અમે આસામ રાજ્ય સરકાર અને
ASTCના આભારી છીએ. અત્યાધુનિક ટેક્નોલોજી સાથે તૈયાર કરાયેલી અને વિવિધ પરિસ્થિતિઓમાં કડક પરીક્ષણ કરાયેલી, આ બસ પર્યાવરણને અનુકૂળ છે અને
જાહેર પરિવહનને સુરક્ષિત, આરામદાયક, ટેક આધારિત અને વધુ કાર્યક્ષમ બનાવશે. ગુવાહાટીના રહેવાસીઓને સેવા આપવા માટે અમારી ટાટા અલ્ટ્રા ઈલેક્ટ્રિક બસને
સામેલ કરવામાં અને કાર્યરત થવાથી અમે ખુશ છીએ.”
અત્યાર સુધીમાં, ટાટા મોટર્સે ભારતના અનેક શહેરોમાં 1,500થી વધુ ઈલેક્ટ્રિક બસો સપ્લાય કરી છે, જેણે 95%થી વધુના અપટાઇમ સાથે 10 કરોડનું સંચિત
કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. ટાટા અલ્ટ્રા ઇવી, એક અદ્યતન ઇ-બસ છે જે શહેરી શહેરની મુસાફરી માટે નવા માપદંડ સેટ કરે છે. તેની સંપૂર્ણ-ઇલેક્ટ્રિક ડ્રાઇવટ્રેન
સાથે, આ અત્યાધુનિક વાહન ઉર્જા વપરાશને શ્રેષ્ઠ બનાવે છે, પરિણામે ઊર્જાનો ઓછો વપરાશ અને ઓપરેશનલ ખર્ચ થાય છે. તે ઝીરો ઉત્સર્જનને સુનિશ્ચિત કરતી
વખતે બસમાં બેસવામાં સરળતા, આરામદાયક બેઠક અને ડ્રાઇવર-લક્ષી કામગીરી જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ઈલેક્ટ્રોનિક બ્રેક
ડિસ્ટ્રિબ્યુશન, એર સસ્પેન્શન, ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (આઈટીએસ) અને અન્ય અદ્યતન સુવિધાઓમાં પેનિક બટનથી સજ્જ, તે તેના પ્રવાસીઓ માટે આરામ
અને સલામતીને પ્રાથમિકતા આપે છે. આ ઇલેક્ટ્રિક બસ સ્વચ્છ જાહેર પરિવહન માટેની પ્રતિબદ્ધતાને સાકાર કરે છે અને શહેરી મુસાફરોની પરિવહન જરૂરિયાતો માટે
એક આદર્શ વિકલ્પ છે.

Related posts

ઓલા ઈલેક્ટ્રિકનો આઈપીઓ આવતા વર્ષે માર્કેટમાં આવી શકે છે, લાંબા સમય બાદ ઓટો કંપનીનો IPO આવશે

Navbharat

રિલાયન્સ જિયોએ લોન્ચ કર્યો Jio AirFiber પ્લાન 599 રૂપિયાથી શરૂ થાય છે

Navbharat

ડિજિકોર સ્ટુડિયોસ લિમિટેડ નો આઈપીઓ 25મી સપ્ટેમ્બર, 2023ના રોજ ખુલશે

Navbharat