NavBharat
Gujarat

ગુજરાત સરકાર અયોધ્યામાં બનાવશે વિશાળ યાત્રીભવન, સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી મહત્ત્વપૂર્ણ જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા અયોધ્યામાં વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરવામાં આવશે. અયોધ્યામાં શ્રી રામલલ્લાના દર્શન અને આશીર્વાદ લેવા માટે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામ મંદિરની મુલાકાત લેવા માટે જનારા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારે મુશ્કેલી ન વેઠવી પડે અને તેમને સરળ રીતે દર્શન થયા અને રોકાવવા માટે રહેવાની ઉત્તમ સુવિધા મળે તે માટે સંગમ યાત્રીભવન પૂરો પાડવામાં આવશે.

કરોડો ભક્તોના આસ્થાના કેન્દ્ર વિશ્વખ્યાત તીર્થધામ અયોધ્યામાં પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી આકાર પામી રહેલા ભવ્ય રામમંદિર નજીક ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો છે. તેમણે આ ભવ્ય રામમંદિરના દર્શને આવનારા શ્રદ્ધાળુઓને મંદિર પરિસર નજીક આવાસ- નિવાસની સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ યાત્રીભવનનું નિર્માણ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન માટે જાપાનના પ્રવાસે જતા પહેલા શનિવારે બપોરે અયોધ્યા પહોંચ્યા હતા. અહીં, સીએમએ પીએમ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ભગવાન રામચંદ્રજીના ભવ્ય મંદિર સંકુલની પૂર્ણતાને આરે પહોંચેલી કામગીરીની માહિતી મેળવી હતી. તેમણે આ અવસરે ભાવપૂર્વક રામ લલ્લાના દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યો હતો. તેમ જ હનુમાનગઢી મંદિરમાં હનુમાનજીના પણ દર્શન પણ કર્યાં હતા. જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આ ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ઉમંગ- ઉત્સવ સાથે ઊજવાશે.

Related posts

શ્રીમતી સુનીતા અગ્રવાલજીએ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા

Navbharat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લા પંચાયત તથા દહેગામ તાલુકા પંચાયતના નવા ભવનોનું ભૂમિપૂજન કર્યું

Navbharat

દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ ૨૨૦૦થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે

Navbharat