દેશમાં ડિજિટલ પેમેન્ટની સરળ સુવિધાને પગલે યુપીઆઈ વ્યવહારોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓક્ટોબરમાં પણ નોંધપાત્ર યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા છે. જે અંગે એનપીસીઆઈએ માહિતી આપી છે.
NavBharat
Business

દેશમાં UPIનું શાનદાર પ્રદર્શન, ઓક્ટોબરમાં પણ નોંધપાત્ર વધારો, 1141 કરોડ ટ્રાન્ઝેક્શન થયા, સતત ત્રીજા મહિને આંકડો એક હજાર કરોડને પાર

દેશમાં ડિજિટલ પેમેન્ટની સરળ સુવિધાને પગલે યુપીઆઈ વ્યવહારોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓક્ટોબરમાં પણ નોંધપાત્ર યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા છે. જે અંગે એનપીસીઆઈએ માહિતી આપી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા તેના એક્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકાઉન્ટ પર શેર કરાયેલ ડેટા અનુસાર, યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) એ ઓક્ટોબરમાં રૂ. 17.16 લાખ કરોડના 1141 કરોડ વ્યવહારો કર્યા છે. આ સાથે, સતત ત્રીજા મહિને UPI દ્વારા રૂ.1,000 કરોડથી વધુના વ્યવહારો થયા.

એનપીસીઆઈએ વધુ માહિતી આપી કે, સપ્ટેમ્બરમાં UPI દ્વારા 15.8 લાખ કરોડ રૂપિયાના 1,056 કરોડ વ્યવહારો થયા હતા. જ્યારે ઓગસ્ટમાં UPI દ્વારા 15.76 લાખ રૂપિયાના 1058 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. જુલાઈ મહિનામાં UPI પ્લેટફોર્મ પર 996 કરોડ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. મીડિયા અહેવાલ અનુસાર, નાણાકીય વર્ષ 2023માં, UPI પ્લેટફોર્મે રૂ.139 લાખ કરોડના કુલ 8,376 કરોડ વ્યવહારો કર્યા હતા.

એક દિવસમાં એકસો કરોડ ટ્રાન્ઝેક્શનનો લક્ષ્યાંક

જ્યારે એક વર્ષ પહેલા એટલે કે નાણાકીય વર્ષ 2022માં રૂ. 84 લાખ કરોડના 4,597 કરોડ ટ્રાન્ઝેક્શન કર્યા હતા. NPCI એક મહિનામાં લગભગ 3 હજાર કરોડ ટ્રાન્ઝેક્શન અથવા આગામી બે-ત્રણ વર્ષમાં એક દિવસમાં એકસો કરોડ ટ્રાન્ઝેક્શનનો લક્ષ્યાંક ધરાવે છે. PwC ઈન્ડિયાના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે FY2027 સુધીમાં UPI ટ્રાન્ઝેક્શન્સ દરરોજ 100 કરોડ ટ્રાન્ઝેક્શનને પાર કરે તેવી અપેક્ષા છે.

Related posts

બજાજ એલિયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સે જનરલ ઇન્સ્યોરન્સ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (GIFI) ખાતે ગીનીસ વર્લ્ડ રેકોર્ડ્સ  બનાવ્યો

Navbharat

અદાણી એનર્જી સોલ્યુશન્સે મુંબઈમાં $1-બિલિયન ગ્રીન ટ્રાન્સમિશન લાઇન માટે નાણાકીય બંધ મેળવ્યું

Navbharat

યસ બેંક Q2 પરિણામો

Navbharat