NavBharat
Tech

દિવાળી નિમિત્તે OnePlusના આ સ્માર્ટફોન પર શાનદાર ઑફર, મળી રહ્યું છે હજારો રૂપિયાનું ડિસ્કાઉન્ટ!

ભારતીય માર્કેટમાં વનપ્લસનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ત્યારે કંપની તેના ગ્રાહકો માટે દિવાળીના અવસર પર ખાસ ઑફર લઈને આવી છે. જો તમે પણ દિવાળી પર્વ પર નવો સ્માર્ટફોન ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો આ ડીલ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. OnePlus ના એક શાનદાર ફોન કે જેમાં 50MP Sony IMX890 કેમેરા છે તેના પર ઘણી મોટી ડીલ ઉપલબ્ધ છે. જો તમે ઑનલાઇન ખરીદી કરો છો, તો તમે આ OnePlus ફોન પર સારા પૈસા બચાવી શકો છો.

શું છે ઑફર?

ખરેખર, OnePlus Nord 3 5G પર સારી ડીલ ઓફર કરવામાં આવી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર, જો તમે આ ફોન Amazon પરથી ખરીદો છો તો તમને રૂ. 6 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. તમે દિવાળીના તહેવારોની ડીલમાં OnePlus Nord 3 5G ફોનનું 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂ.27,999માં ખરીદી શકો છો. આ ફોનની કિંમત રૂ. 33,999 છે.

OnePlus Nord 3 5Gના ફીચર્સ

OnePlusનો આ ફોન એન્ડ્રોઇડ 13.1 આધારિત OxygenOS ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે. OnePlus Nord 3 5Gમાં 50MP મુખ્ય કેમેરા, 8MP અલ્ટ્રાવાઇડ અને 2MP મેક્રો સેન્સર છે. સેલ્ફી માટે ફોનમાં 16MP કેમેરા છે. OnePlusનો આ ફોન 6.74 ઇંચ 120 Hz AMOLED FHD+ ડિસ્પ્લે સાથે આવે છે. OnePlus Nord 3 5Gમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ છે. આ સિવાય ફોન 16GB RAM + 256 GB સ્ટોરેજ વિકલ્પ સાથે પણ આવે છે. OnePlus Nord 3 5Gમાં 5000mAh બેટરી અને 80W SUPERVOOC ફાસ્ટ ચાર્જિંગ ફીચર છે.

Related posts

થ્રેડ્સ: ટ્વિટર મેટાની નવી એપ્લિકેશન પર કાનૂની કાર્યવાહીની ધમકી આપે છે

Navbharat

OnePlusના યુઝર્સ માટે સારા સમાચાર, OnePlus 12 ફ્લેગશિપ સ્માર્ટફોનના કલર વેરિયન્ટનો થયો ખુલાસો! જાણો કેવી હશે ફીચર્સ

Navbharat

કેન્દ્ર સરકારે ગાળિયો કસ્યો! મહાદેવ એપ સહિત 22 ઓનલાઇન એપ અને વેબસાઇટ પર લાદ્યો પ્રતિબંધ!

Navbharat