NavBharat
Gujarat

યંગ રિયાલ્ટર્સ એસોસિયેશનનો ભવ્ય પ્રારંભઃ અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરમાં એક નવા ચેપ્ટરની શરૂઆત

રિયલ એસ્ટેટ ડેવલપર્સ, બ્રોકર્સ અને કન્સલ્ટન્ટ્સ માટે વિશેષ પ્રકારે ડિઝાઇન કરાયેલા નેટવર્કિંગ પ્લેટફોર્મ યંગ રિયાલ્ટર્સ એસોસિયેશન (વાયઆરએ)ને સોમવારે ઔપચારિક રીતે લોંચ કરવા સાથે શહેરમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં એક નવા ચેપ્ટરની શરૂઆત થઇ છે.

વાયઆરએનો ઉદ્દેશ્ય રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીના વ્યક્તિઓને એક પ્લેટફોર્મ ઉપર ભેગા કરવાનો તથા તેમના વચ્ચે સહયોગ, માહિતીની આપ-લે અને પ્રોફેશ્નલ વૃદ્ધિ માટે જરૂરી સુવિધા પ્રદાન કરવાનો છે.

વાયઆરએની રચનામાં પ્રમુખ ભૂમિકા નિભાવનાર ટીમમાં ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ સામેલ છે, જેઓ તેમની કામગીરીના ક્ષેત્રોમાં બહોળો અનુભવા અને કુશળતા ધરાવે છે. તેના સ્થાપક સદસ્યોમાં અર્થ ઇન્ફ્રાસ્પેસના યોગેશ ઠક્કર, એચઆર રિ એન્જિનિયર્સના હેમલરાજ શાહ, પ્રેસ્ટિજિયસ રિયાલ્ટીના રોશન શાહ, ફાઇવ કોર્નરના પંકજ અટાસ અને ગર્લ રિયાલ્ટરના વચના શાહ સામેલ છે.

તેમણે ભેગા મળીને વાયઆરએની કલ્પના કરી છે તથા અમદાવાદમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

આ પ્રસંગે હેમલરાજ શાહે જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી ખૂબજ ડાયનેમિક છે અને અમદાવાદ ઝડપી વૃદ્ધિ સાધી રહ્યું છે. શહેરના વિકાસને જોતાં આ ક્ષેત્રમાં કાર્યકરત પ્રોફેશ્નલ્સ નિયમિત માહિતી મેળવતા રહે અને એકબીજા સાથે જોડાયેલા રહે તે ખૂબજ જરૂરી છે. આથી અમને એક સમર્પિત પ્લેટફોર્મની જરૂરિયાત જણાઇ કે જે નેટવર્કિંગથી આગળ વધીને રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને મદદરૂપ બને. યંગ રિયાલ્ટર્સ એસોસિયેશન સાથે અમે ભેગા મળીને શીખવા, વૃદ્ધિ સાધવા અને અમદાવાદમાં રિયલ એસ્ટેટના ભાવિને આકાર આપવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.

યંગ રિયાલ્ટર્સ એસોસિયેશન અમદાવાદમાં નવા ટ્રેન્ડ્સ, પ્રોજેક્ટ્સ અને વિકાસ વિશે નવીન માહિતી રિયલ એસ્ટેટ પ્રોફેશ્નલ્સને પ્રદાન કરવાનો પણ ઉદ્દેશ્ય ધરાવે છે.

યંગ રિયાલ્ટર્સ એસોસિયેશનના નવા ચેપ્ટરની મીટીંગ સોમવારે અમદાવાદમાં યોજાઇ હતી, જેમાં આશરે 55 સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. એસોસિયેશને એકતા અને નોલેજ શેરિંગ તથા રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં સફળતા માટે હંમેશા અગ્રેસર રહેવાની મહત્વતા ઉપર ભાર મૂક્યો હતો.

યંગ રિયાલ્ટર્સ એસોસિયેશન તમામ રિયાલ્ટર્સ, બ્રોકર્સ અને કન્સલ્ટન્ટ્સને આ પ્લેટફોર્મ સાથે જોડાઇને પરિવર્તનકારી સફરનો હિસ્સો બનવા આમંત્રિત કરે છે. ભેગા મળીને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં નવા ધોરણો સ્થાપિત કરી શકાશે તથા શહેરની વૃદ્ધિમાં મૂલ્યવાન યોગદાન આપી શકાશે.

Related posts

100થી વધુ ગામડાંઓમાં ફરી સંકલ્પ યાત્રા-53000થી વધુ લોકોએ લીધા વિકસિત ભારત માટે શપથ

Navbharat

વરુણ ધવન એ EatFitના સહયોગથી પોતાની સૌપ્રથમ રેસ્ટોરન્ટ Dil Se EatFit અમદાવાદમાં ખોલી

Navbharat

અમેરિકાના લોકો નિયમિતપણે ખાય છે ગુજરાતમાં તૈયાર થતો ઔષધીય પાક ઇસબગુલ

Navbharat