NavBharat
Tech

ગૂગલના AI ચેટબોટ જેમિનીને લઈને અનેક અપેક્ષાઓ, પરીક્ષણો બાદ થશે લોન્ચ

ગૂગલ એઆઈ ટૂલ જેમિનીનું ઘણા સ્તરો પર પરીક્ષણ કરી રહ્યું છે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જેમિની ગૂગલનું સૌથી શક્તિશાળી વાતચીત માટેનું AI ટૂલ છે, તેમાં નવા પરીક્ષણો ચાલી રહ્યા છે. ગૂગલ જેમિનીને લઈને કોઈ કસર છોડવા માંગતું નથી. જેના કારણે જેમિનીના લોન્ચિંગમાં વિલંબ થઈ રહ્યો છે. જેથી આ દરમિયાન કોઈ કસર બાકી ન રહે તે બાબતનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગૂગલના આ નવા ફિચર્સને લઈને લોકોને ઘણી આશાઓ છે જો કે, નવેમ્બરમાં તેનું લોન્ચિંગ થવા જઈ રહ્યું હતું પરંતુ તે મૂલતવી રાખવામાં આવ્યું હતું. 

ગૂગલ આ વર્ષે નવેમ્બર 2023માં જેમિનીને લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું હતું પરંતુ ગૂગલે નેક્સ્ટ જનરેશન AI ચેટબોટ જેમિની લોન્ચ કરવાનું મુલતવી રાખ્યું છે. આ તેનુંનું સૌથી શક્તિશાળી વાતચીતનું AI ટૂલ છે અને તેને ગૂગલ ઈચ્છે છે કે તેના લોન્ચિંગમાં એવી કોઈ ભૂલ ન થવી જોઈએ જે કંપનીને નુકસાન પહોંચાડે. ખોટા જવાબના કારણે ગૂગલને અગાઉ પણ 100 અબજ ડોલરનું નુકસાન થયું હતું.

અત્યારે ચેટ જીપીટીની બોલબાલા જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો ચેટ જીપીટીનો ઉપયોગ કોર્પોરેટ ક્ષેત્રે તેમજ પર્સન યુઝ તેમજ પ્રોફેશન યુઝ માટે લોકો કરી રહ્યા છે. ચેટ જીટીપી હવે મોબાઈલ ફોન પણ એપ રુપ અવેલેબલ હોવાથી લોકો તેનો વધુ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે OpenAI ના ChatGPT-4 સાથે સ્પર્ધા કરવા માટે AI ટૂલ Gemini રજૂ કરવામાં આવનાર છે. જેથી આ કારણોસર, Google ખૂબ જ સાવચેતીપૂર્વક પગલાં લઈ રહ્યું છે, જેથી કોઈ ભૂલને અવકાશ ન રહે.

ગૂગલનું આ ટૂલ ખૂબ જ એડવાન્સ હશે જેમાં અવનવી બાબતો જોવા મળી શકે છે. જેથી લોકોને ખૂબ જ સરળતા આ ટૂલ્સને લઈને રહેશે. જો કે, નવેમ્બરમાં કરવામાં આવનાર લોન્ચિંગને ગૂગલે અટકાવી દીધું છે. જે આગામી સમયમાં થશે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ગૂગલે ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે ગૂગલ બોર્ડ લોન્ચ કર્યું હતું, જે તે સમયે એક શાનદાર AI ટૂલ હતું, પરંતુ ગૂગલ બોર્ડે તેના લોન્ચિંગ દરમિયાન ખોટો જવાબ આપ્યો હતો, જેના પછી ગૂગલને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણું નુકસાન સહન કરવું. જેના કારણે ગૂગલનો માર્કેટ શેર લગભગ 100 બિલિયન ડોલર ઘટી ગયો હતો.

Related posts

બોલ્ટે ભારતના 13 રાજ્યોમાં 2500થી વધુ સ્ટોર્સ સાથે રિટેલમાં વિસ્તરણનો પ્રારંભ કર્યો

Navbharat

POCOQ3’23માં ફ્લિપકાર્ટ પર #1 સ્માર્ટફોન બ્રાન્ડ તરીકે ઉભરી આવલી છે જે તેના શક્તિશાળી પોર્ટફોલિયોના શ્રેષ્ઠ પ્રદર્શનનું પ્રમાણ છે.

Navbharat

ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સમાં IIT મદ્રાસ બી.એસ

Navbharat