ગૂગલ કંપની 1 ડિસેમ્બર, 2023થી એવા Gmail એકાઉન્ટ્સને બંધ કરવા જઈ રહી છે જે ઘણા સમયથી નિષ્ક્રિય છે. માહિતી મુજબ, જે જીમેઇલ એકાઉન્ટનો છેલ્લા 2 વર્ષથી ઉપયોગ ન થયો હોય તેવા ખાતા બંધ કરી દેવામાં આવી શકે છે. જો તમારું Gmail એકાઉન્ટ પણ 2 વર્ષથી ઉપયોગમાં ન આવ્યું હોય, તો તે બંધ થઈ શકે છે. ઉપરાંત, જો તમે લાંબા સમયથી તમારા Gmail એકાઉન્ટમાંથી ઈમેલ, ફોટા અથવા ડ્રાઇવ દસ્તાવેજો મોકલ્યા નથી અથવા પ્રાપ્ત કર્યા નથી, તો પણ તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે. એવી માહિતી છે કે ગૂગલે આ પગલું એટલા માટે લીધું છે કે તે તેના ડેટાબેઝને સાફ કરી શકે અને તે એકાઉન્ટ્સને બંધ કરી શકે જે હવે ઉપયોગમાં નથી.
તમારા Google એકાઉન્ટને નિષ્ક્રિય થવાથી રોકવા માટે, તમારે તેનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. જો તમે તમારા Google એકાઉન્ટમાં ઇમેઇલ મોકલો છો, ફોટા અથવા ડ્રાઇવ દસ્તાવેજો અપલોડ કરો છો અથવા કોઈપણ Google સેવાનો ઉપયોગ કરો છો, તો તમારું એકાઉન્ટ બંધ કરવામાં આવશે નહીં.
કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Googleની નવી નીતિમાં કેટલાક વિશિષ્ટ પ્રકારના એકાઉન્ટ્સ સામેલ કરવામાં આવ્યા નથી. આમાં શાળા અથવા વ્યવસાયિક Google અને Gmail એકાઉન્ટનો સમાવેશ થાય છે. તેમાં Gmail, Docs, Drive, Calendar, Meet અને Photos શામેલ છે. કંપનીનું કહેવું છે કે યુટ્યુબર અને બ્લોગર્સને આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
1 ડિસેમ્બર પહેલા ડેટા સાચવો
જો તમે ઇચ્છતા નથી કે તમારો Gmail ડેટા ડિલીટ થાય, તો તમારે અગાઉથી તેનો બેકઅપ લેવો જોઈએ.