NavBharat
Business

સોનાની કિંમતમાં બુલિયન માર્કેટમાં વધી, જાણો શું છે સોનાના નવા ભાવો 

સોના-ચાંદીના ભાવોમાં સતત ફેરફારો જોવા મળી રહ્યા છે ત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે. જે આગામી એપ્રિલ મહિના સુધી ચાલશે ત્યારે લોકો પણ એ વિચારમાં છે કે, સોનું ક્યારે ખરીદવું. ત્યારે  દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 100 રૂપિયા વધીને 62,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 62,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ ભાવો ફેરફારો આગામી સમયમાં પણ જોવા મળી શકે છે. 

 વૈશ્વિક સ્તરે કીમતી ધાતુઓની કિંમતોમાં થયેલા વધારા વચ્ચે દિલ્હી બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનાની કિંમત 100 રૂપિયા વધીને 62,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 62,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

જોકે, આ સમયગાળા દરમિયાન ચાંદી રૂ. 800 ઘટીને રૂ. 77,300 પ્રતિ કિલોગ્રામ પર આવી હતી. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ. 78,100 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું. વાયદાના વેપારમાં, એમસીએક્સ પર સોનાનો ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ રૂ. 90 વધી રૂ. 62,530 પ્રતિ 10 ગ્રામ થયો હતો. આ સિવાય ચાંદીનો માર્ચ કોન્ટ્રાક્ટનો ભાવ રૂ. 61 વધીને રૂ. 74,892 પ્રતિ કિલોગ્રામ થયો હતો. વૈશ્વિક બજારમાં સોનું વધીને $2,031 પ્રતિ ઔંસ થયું હતું, જ્યારે ચાંદી ઘટીને $23.95 પ્રતિ ઔંસ થઈ હતી. કોમેક્સ પર સોનાનો હાજર ભાવ બે ડોલર વધીને 2,031 ડોલર પ્રતિ ઔંસ થયો હતો.

અગાઉ 5 સપ્ટેમ્બર, 2023ના રોજ ડિલિવરી માટે ચાંદીની કિંમત 73668 રૂપિયા પ્રતિ કિલોના વધારા સાથે ખુલી હતી. તે જ સમયે ડિલિવરી માટે ચાંદી પણ 75001 રૂપિયા પ્રતિ કિલોના વધારા સાથે ખુલી હતી. ચાંદીના ભાવમાં પણ આજે ઉછાળો જોવા મળ્યો હતો. યુએસ મેક્રો ઇકોનોમિક ડેટા અપેક્ષા કરતા નબળા આવ્યા બાદ ડોલરમાં ઘટાડો થતાં સોનાના ભાવમાં વેગ મળ્યો હતો, તાજેતરના મેક્રો ઇકોનોમિક ડેટાએ બજારની અપેક્ષામાં વધારો કર્યો છે કે ફેડરલ રિઝર્વ માર્ચ 2024માં વ્યાજદરમાં ઘટાડો કરશે.

Related posts

દિવાળી પછી આવ્યા સારા સમાચાર, ગેસ સિલિન્ડર ભાવમાં થયો રૂ.57.5નો ઘટાડો, જાણો હાલના ભાવ!

Navbharat

ઓક્ટોબરમાં GST કલેક્શનમાં નોંધપાત્ર વધારો, 13 ટકા વધીને રૂ. 1.72 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો

Navbharat

RBIના વિરામ બાદ 3 બેંકોએ ધિરાણ દરમાં 10 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે

Navbharat