ભારતના ગેસ પાવર ક્ષેત્ર માટે એડવાન્સ્ડ મજબૂત ઉકેલો પૂરા પાડવા માટે, GE વર્નોવાના
ગેસ પાવર બિઝનેસ (NYSE:GE) અને ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમીટેડ (BHEL)એ ભારતમાં હેવી-ડ્યૂટી ગેસ
ટર્બાઇન્સના એન્જિનીયરીંગ અને ઉત્પાદન માટેની તક સહિત ટેકનિકલ સહાય અને લાયસન્સ કરારના ચતુર્થ વિસ્તરણ સાથે
તેમના લાંબા ગાળાના સહકારની ઘોષણા કરી છે. કરાર પરના હસ્તાક્ષર જુલાઇ 1985માં શરૂ થયેલી બે વીજ ક્ષેત્રેની ઔદ્યોગિક
કંપનીઓ વચ્ચેના સહયોગનું વિસ્તરણ છે.
આજે કરાર પર હસ્તાક્ષર કરવાની વિધિમાં BHELના ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટર ડૉ. નીતિન શિંઘાલ, BHELના ડિરેક્ટર
(એન્જિનીયરીંગ, રિસર્ચ અને ડેવલપમેન્ટ) અને ડિરેક્ટર (ફાઇનાન્સ-વધારાનો હવાલો) શ્રી જય પ્રકાશ શ્રીવાસ્તવ, BHELના
ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ્સ એન્ડ પ્રોડક્ટ્સના ડિરેક્ટર શ્રીમતી રેણુકા ગેરા, GE ગેસ પાવર સાઉથ એશિયાના સીઇઓ અને GE
એરો-ડેરિવેટિવ બિઝનેસના પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી દીપેશ નંદા અને GE અને BHELના અન્ય વરિષ્ઠ અધિકારીઓ
ઉપસ્થિત રહ્યા હતા. GE પાવરના એક્ઝિક્યુટીવ કાઉન્સેલ (IP) શ્રી થિયોડોરોસ સ્ટેમેશિયાડીસ પણ આ બેઠકમાં વર્ચ્યુઅલી
ઉપસ્થિત રહ્યા હતા.
આ કરાર મારફતે, GE વર્નોવાનો ગેસ પાવર બિઝનેસ BHELની શ્રેષ્ઠતમ ગેસ ટર્બાઇન ટેકનોલોજી પૂરી પાડવાની ક્ષમતાને
મજબૂત બનાવવાનું અને ગ્રાહકોની વીજ પ્લાન્ટની જરૂરિયાતોને સંતોષવામાં મદદ કરવામાં ચાલુ રાખશે. અત્યાર સુધીમાં
BHELએ ભારત અને વિદેશમાં વિવિધ ઓઇલ રિફાઇનરીઓ, પ્રોસેસ ઉદ્યોગો અને યુટિલીટીઓને 230 GE ગેસ ટર્બાઇન્સ
પૂરી પાડી છે. ઉપરોક્ત સહકાર ઘરેલુ ઉત્પાદન ક્ષમતાઓને પ્રોત્સાહન આપીને ભારતની ઉર્જા યોજનાને પુનઃઆકાર આપે છે
તેમજ નવી રોજગારી તકોનું સર્જન કરે છે અને સપ્લાય ચેઇન નેટવર્કમાં વધારો કરે છે. તે આત્મનિર્ભર ભારત (સ્વ-નિર્ભર
ભારત) અને મેક ઇન ઇન્ડિયા પહેલનું પ્રમાણ છે અને ભારતન ઉર્જા વિઝન અનુસારનું પણ છે.
“BHEL વીજ સેક્ટરમાં નવીન ટેકનોલોજીકલ ઉકેલો પ્રદાન કરે છે અને વધુ ટકાઉ ઇકોસિસ્ટમ બનાવવા તરફ વિશ્વાસ અને
પ્રતિબદ્ધતાના મૂલ્યો પર બનેલા સહયોગને અપનાવે છે. GE સાથેના અમારા લાંબા ગાળાના જોડાણે અમને એક મજબૂત
ઉર્જા મૂલ્ય શૃંખલાનું નિર્માણ કરવામાં, ગેસ ટર્બાઇન પાવરિંગ સોલ્યુશન્સનો વ્યાપક પોર્ટફોલિયો ઓફર કરવામાં અને નવા ઉદ્યોગ
માપદંને નિર્ધારિત કરવામાં મદદ કરી છે, જ્યારે અમે ઊર્જા ક્ષેત્રમાં નવા સીમાચિહ્નો હાંસલ કરવા આતુર છીએ. નવા કરાર
સાથે, અમે GEની એરો-ડેરિવેટિવ ગેસ ટર્બાઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને હાઇબ્રિડ પાવરિંગ સોલ્યુશન્સ પણ ઓફર કરી
શકીશું અને ભારતમાં રિન્યુએબલ એનર્જીના વિકાસને ટેકો આપી શકીશું." એમ BHELના ડિરેક્ટર (એન્જિનીયરીંગ, રિસર્ચ અને
ડેવલપમેન્ટ) અને ડિરેક્ટર (ફાઇનાન્સ-વધારાનો હવાલો) શ્રી જય પ્રકાશ શ્રીવાસ્તવએ જણાવ્યું હતું,
“છેલ્લા દશકાથી, GE નવીન અને હલચલ પેદા કરતી ટેકનોલોજી ઓફર કરીને ઊર્જા ક્ષેત્રે ઊર્જા સંક્રમણને આગળ ધપાવી શકે
છે અને રાષ્ટ્રોને એકથી વધુ રીતે પાવર સેક્ટરમાં ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરે છે તેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં મદદ
કરી રહ્યું છે. GE અને BHEL બંનેએ વીજ પ્લાન્ટના માલિકોને સંકલિત ઉકેલો જેમ કે ઉચ્ચ કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને
ગેસ ટર્બાઇન એકમોની ઉપલબ્ધતા પ્રદાન કરવાનો મજબૂત વારસો બનાવ્યો છે. અમે સાથે મળીને ગેસ વીજ ક્ષેત્રમાં, ખાસ
કરીને ભારતમાં ઉત્સર્જન ઘટાડવા માટે નોંધપાત્ર પરિવર્તન લાવી શકીએ છીએ." એમ GE ગેસ પાવર સાઉથ એશિયાના
સીઈઓ શ્રી દીપેશ નંદાએ જણાવ્યું હતું.
નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવા અને ગ્રીન હાઇડ્રોજનને એનર્જી મિક્સમાં સામેલ કરવા માટે ભારતનું ધ્યાન ભવિષ્યમાં તૈયાર
પાવરિંગ ટેક્નોલોજીની જરૂર પડશે. આજે, GE પાસે 120+ ગેસ ટર્બાઇન છે જે વિશ્વભરમાં હાઇડ્રોજન મિશ્રણો અને સંલગ્ન
ઇંધણ સાથે વીજ ઉત્પાદનને ટેકો આપે છે અને કાફલામાં 8.5 મિલિયનથી વધુ ઓપરેટિંગ કલાકો એકઠા કર્યા છે. GEના B-
અને E-ક્લાસ સહિતના ગેસ ટર્બાઇન પોર્ટફોલિયો, હાઇડ્રોજન સ્તરને 5% (વોલ્યુમ દ્વારા) થી 100% સુધી બર્ન કરવાની
ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતા વપરાયેલી કમ્બશન સિસ્ટમના પ્રકારને આધારે બદલાય છે. તે જ સમયે, ભારતમાં અસતત
રિન્યુએબલ એનર્જીના વધતા આધારને ગ્રીડ સ્તરે કોલસા આધારિત વીજ ઉત્પાદનની સરખામણીમાં ગેસ આધારિત પાવર
ક્લીનર બેઝ લોડ પાવર પણ પ્રદાન કરી શકે છે. કરાર મુજબ, BHEL ગ્રાહકો હવે GEના અદ્યતન ગેસ ટર્બાઇનનો ઉપયોગ કરી
શકે છે જે હાઇડ્રોજન, મિથેનોલ, સિંગાસ અને અન્ય ઓછા BTU ઇંધણના મિશ્રણને બાળી શકે છે, જે ભારત અને પ્રદેશમાં
મોટા પાયે ઊર્જા સંક્રાંતિને વેગ આપવા માટે વધુ યોગદાન આપે છે.
વધુમાં, GE અને BHELપ્રદેશમાં ગેસ પાવર પ્લાન્ટ ઓપરેટરોને વ્યાપક એન્જિનિયરિંગ, મરમ્મત અને જાળવણી સેવાઓ પૂરી
પાડે છે. આ સેવાઓ BHEL-GE ગેસ ટર્બાઇન સર્વિસિસ (BGGTS) પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઓફર કરવામાં આવે છે, જે
GE અને BHEL વચ્ચેનું 50:50 સંયુક્ત સાહસ છે. 1997માં સ્થપાયેલ અને હૈદરાબાદમાં સ્થિત, BGGTS સ્થાનિક
એન્જિનિયરિંગ ક્ષમતા સાથે અદ્યતન વર્ગની ગેસ ટર્બાઇન ટેક્નોલોજીનો સમન્વય કરી રહી છે.
GE ગેસ પાવર વિશે:
GE ગેસ પાવર કુદરતી ગેસ પાવર ટેક્નોલોજી, સેવાઓ અને ઉકેલોમાં વિશ્વ અગ્રણી છે. અમારા ગ્રાહકો સાથે અવિરત નવીનતા
અને સતત સહયોગ દ્વારા, અમે વધુ અદ્યતન, સ્વચ્છ અને કાર્યક્ષમ શક્તિ પ્રદાન કરીએ છીએ જેના પર લોકો આજે નિર્ભર છે
અને ભવિષ્યની ઉર્જા ટેકનોલોજીનું નિર્માણ કરે છે. વિશ્વના સૌથી મોટા ગેસ ટર્બાઈન્સના સ્થાપિત આધાર અને GEના
સ્થાપિત ફ્લીટમાં 670 મિલિયનથી વધુ ઓપરેટિંગ કલાકો સાથે, અમે અદ્યતન ટેકનોલોજી અને અનુભવનું સ્તર પ્રદાન કરીએ
છીએ જે અગ્રણી ગેસ પાવર પ્લાન્ટ બનાવવા, ચલાવવા અને જાળવવા માટે ઉદ્યોગમાં અજોડ છે. વધુ માહિતી માટે,
www.gepower.com/gas-power પર કંપનીની વેબસાઇટની મુલાકાત લો. GE પાવરને Twitter @GE_Power
પર અને GE પાવર પર LinkedIn પર અનુસરો.
GE ગેસ પાવર એ અમારા પાવર, રિન્યુએબલ એનર્જી, ડિજિટલ અને એનર્જી ફાઇનાન્સિયલ સર્વિસિસ બિઝનેસનો સમાવેશ
કરતું ડાયનેમિક એક્સિલરેટર GE વર્નોવાનો એક ભાગ છે, જે વૈશ્વિક ઊર્જા સંક્રાંતિ દરમિયાન ગ્રાહકોના પરિવર્તનને સમર્થન
આપવા પર કેન્દ્રિત છે.