NavBharat
Business

દિવાળી પછી આવ્યા સારા સમાચાર, ગેસ સિલિન્ડર ભાવમાં થયો રૂ.57.5નો ઘટાડો, જાણો હાલના ભાવ!

દિવાળી પછી લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સરકારી તેલ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરતા ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી ઘટાડો થયો છે. જણાવી દઈએ કે, નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. આ સિવાય જો ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોની વાત કરીએ તો તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 14 કિલોના સિલિન્ડરના ભાવ હાલ પણ યથાવત છે.

સરકારી તેલ કંપની IOCL તરફથી મળેલી માહિતી અનુસાર, ગેસ સિલિન્ડરના ભાવ આજથી એટલે કે 16 નવેમ્બરથી થોડા સસ્તા થયા છે. આ વખતે ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. માહિતી મુજબ, 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ. 57.50 સુધીનો ઘટાડો થયો છે.

નવા દર

આજના ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત રૂ.1755.50 થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં રૂ.1885.50, મુંબઈમાં રૂ.1728 અને ચેન્નાઈમાં રૂ.1942 પ્રતિ સિલિન્ડર થઈ છે. જણાવી દઈએ કે દિવાળી પહેલા એટલે કે પહેલી તારીખે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ. 101.50નો વધારો કરાયો હતો. તે જ સમયે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો યથાવત છે.

અગાઉ રૂ. 200નો થયો હતો ઘટાડો

જણાવી દઈએ કે, 30 ઓગસ્ટના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે સરકાર દ્વારા ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 200નો ઘટાડો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે રૂ.400ની કપાતની જાહેરાત કરવામાં આવી હતી. સામાન્ય ગ્રાહકો માટે, 14.2 kg LPG સિલિન્ડર દિલ્હીમાં રૂ. 903, કોલકાતામાં રૂ. 929, મુંબઈમાં રૂ. 902.50 અને ચેન્નાઈમાં રૂ. 918.50માં ઉપલબ્ધ છે.

Related posts

એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ IPO

Navbharat

માલવિકા હેગડે: કેફે કોફી ડેને બંધ થવાથી બચાવનાર સીઇઓ

Navbharat

ભારત ફોર્જ Q1 પરિણામો

Navbharat