NavBharat
Spiritual

વર્ષ 2024માં ચાર ગ્રહણ જોવા મળશે, બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થશે, એક ક્લિક પર જાણો તારીખ અને સમય 

આવતા વર્ષે 2024માં પણ ચાર ગ્રહણ જોવા મળશે. જેમાંથી બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થશે. ખાસ કરીને આપણે ત્યાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ રહેલું છે. ખાસ કરીને આ સમયગાળાના મહત્વ એટલા માટે પણ છે કે, આ સમયમાં ખગોળીય ઘટનાઓ પણ જોડાએલી છે. જેથી સાયન્સ ક્ષેત્રે પણ આ વિશેષ મહત્વું છે. ખાસ કરીને જ્યોતિષશાસ્ત્રો અનુસાર ગ્રહોની સ્થિતિ બદલાય છે ત્યારે ભાગ્ય પરીવર્તન પણ વ્યક્તિના જીવનમાં આવે છે. જેનો સંયોગ જોડાયેલો હોય છે. ત્યારે ડીસેમ્બર બાદ નવું વર્ષ શરુ થવા જઈ રહ્યું છે. એક મહિના બાદ 2024 શરુ થશે ત્યારે આવનારા વર્ષમાં સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ પણ થશે ત્યારે સૌ કોઈ આ સમયની તિથી અને તારીખને યાદ કરતા હોય છે ત્યારે અહીં પ્રસ્તુત છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની તારીખ અને સમય.

વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ
વર્ષ 2024 પ્રથમ સૂર્યગ્રહણ તારીખ: એપ્રિલ 08, 2024
પ્રથમ સૂર્યગ્રહણનો સમય: 8 એપ્રિલે રાત્રે 09:12 વાગ્યે અને મધ્યરાત્રિ 01:25 વાગ્યે સમાપ્ત થશે
સૂર્યગ્રહણનો કુલ સમયગાળો: 4 કલાક 39 મિનિટ
પ્રથમ સૂર્યગ્રહણ સુતક સમયગાળો- વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ કારણોસર આ સૂર્યગ્રહણનો સુતક સમયગાળો ભારતમાં માન્ય રહેશે નહીં.

વર્ષ 2024નું બીજું સૂર્યગ્રહણ
વર્ષ 2024 બીજું સૂર્યગ્રહણ તારીખ: બીજું સૂર્યગ્રહણ 02 ઓક્ટોબર, 2024 ના રોજ થશે.
બીજા સૂર્યગ્રહણનો સમય: 2 ઓક્ટોબરે રાત્રે 09:13 વાગ્યે અને મધ્યરાત્રિ 03:17 વાગ્યે સમાપ્ત થશે
સૂર્યગ્રહણનો કુલ સમયગાળો: 6 કલાક 4 મિનિટ
બીજું સૂર્યગ્રહણ સુતક સમયગાળો- વર્ષનું બીજું સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં. તેથી, આ સૂર્યગ્રહણનો સુતક સમયગાળો પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. 

વર્ષ 2024નું પ્રથમ ચંદ્રગ્રહણ
વર્ષ 2024નું પ્રથમ ચંદ્રગ્રહણ તારીખ : 25 માર્ચ, 2024
પ્રથમ ચંદ્રગ્રહણનો સમય : સવારે 10:24 થી બપોરે 03:01 સુધી
પ્રથમ ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો: 04 કલાક 36 મિનિટ
પ્રથમ સુતક સમયગાળો : સુતક ભારતમાં માન્ય રહેશે નહીં

વર્ષ 2024નું બીજું ચંદ્રગ્રહણ: 18 સપ્ટેમ્બર, 2024
બીજા ચંદ્રગ્રહણનો સમય: સવારે 06:12 થી 10:17 સુધી
બીજા ચંદ્રગ્રહણની કુલ અવધિ: 04 કલાક 04 ​​મિનિટ
બીજો સુતક સમયગાળો: સુતક ભારતમાં માન્ય રહેશે નહીં
ગ્રહણ 2024 ચંદ્ર ગ્રહણ સૂર્ય ગ્રહણ સમય સૂર્ય અને ચંદ્રગ્રહણ હિન્દીમાં સૂતક કાલ

Related posts

કાર્તિક પૂર્ણિમાએ રચાઈ રહ્યો છે ‘શિવ’ મહાયોગ, જાણો દેવ દિવાળી ક્યારે ઊજવાશે અને શુભ સમય વિશે!

Navbharat

સિદ્ધપુર માતૃગયા તીર્થ ખાતે શ્રાદ્ધ-તર્પણ વિધિ માટે 1 ફેબ્રુઆરીથી ઑનલાઇન બુકિંગ કરાવી શકાશે

Navbharat

જન્માક્ષર આજે 20 ડિસેમ્બર 2023

Navbharat