તમિલનાડુના કોઈમ્બતુરના સીનાઈચન પલાયનમ ગામના ધરમરાજ થિયાગરાજને ક્યારેય
ઉદ્યોગસાહસિક બનવાનું વિચાર્યું ન હતું. હવે, તે મોબાઇલ રોબોટિક્સ, ઓગમેન્ટેડ રિયાલિટી
(એઆર) અને વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) પર ધ્યાન કેન્દ્રિત કરીને ડોટવર્લ્ડ ટેક્નોલોજી ચલાવે
છે. આ બધું કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MSDE)ના નેજા હેઠળ નેશનલ સ્કિલ
ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) દ્વારા આયોજિત કૌશલ્ય સ્પર્ધાને કારણે શક્ય બન્યું છે.
2015 માં, તેમણે વર્લ્ડ સ્કિલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી 9મું સ્થાન મેળવ્યું હતું અને ત્યારબાદ
કેમ્પસ ઇન્ટરવ્યુ દ્વારા તેમને પ્રોફેશનલ નોકરી મળી હતી. 2018 માં, તેમણે ડોટવર્લ્ડ ટેક્નોલોજીસ
સાથે ઉદ્યોગસાહસિકતાનું સાહસ કર્યું. ધરમરાજ કોઈમ્બતુરની શ્રી ક્રિષ્ના કોલેજ ઓફ
એન્જિનિયરિંગમાંથી મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા.
ધરમરાજ આવી એકમાત્ર વ્યક્તિ નથી. ઇન્ડિયા સ્કિલ્સનું ફલક હવે સ્પર્ધાથી પણ આગળ વિસ્તર્યું
છે; ઇન્ડિયા સ્કિલ્સ વૈશ્વિક બેન્ચમાર્ક સાથે અમારા તાલીમ ધોરણોને સંરેખિત કરવાની પ્રતિબદ્ધતા
છે. ફ્રાન્સના લ્યોન ખાતે 2024ની વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાના
લક્ષ્યાંક સાથે સહભાગીઓ જિલ્લા, રાજ્ય, ઝોનલ અને રાષ્ટ્રીય સ્તરે એક પડકારજનક પસંદગી
પ્રક્રિયામાંથી પસાર થાય છે.
ઇન્ડિયા સ્કિલ્સની 2023-2024 આવૃત્તિ હમણા જ શરૂ થઈ છે, અને તેના માટે સ્કિલ ઈન્ડિયા
ડિજિટલ વેબસાઈટ પર નોંધણી શરૂ થઈ ગઈ છે.
પોતાના અનુભવ અંગે જણાવતા ધરમરાજ થિયાગરાજને કહ્યું હતું કે, "આર્થિક અવરોધોને પાર
કરીને વર્લ્ડસ્કિલ્સમાં 9મું સ્થાન પ્રાપ્ત કરવા સુધીની મારી સફર પરિવર્તનકારી રહી છે. સ્પર્ધામાં
ભાગ લેવાથી મારી કુશળતા પ્રદર્શિત થઈ છે અને વ્યાવસાયિક કારકિર્દીના દરવાજા અમારા માટે
ખૂલ્યા છે. દરેક પડકાર એક પગથિયાં સમાન રહ્યો છે, અને આજે, વ્યક્તિના ભાગ્યને ઘડવામાં
ઉત્સાહ કેટો જરૂરી છે, તેમાં વિશ્વાસ કરવા લાગ્યો છું."
એ જ રીતે, વરદ પાટિલે 2013 માં મિકેનિકલ એન્જિનિયરિંગ એઇડેડ
ડિઝાઇન (MCAD) કેટેગરીમાં, કૌશલ્ય શ્રેષ્ઠતા માટેના વૈશ્વિક ધોરણ, વર્લ્ડ સ્કિલ સ્પર્ધામાં ભાગ
લીધો હતો. ત્યારથી આજ સુધીમાં,
ધ શાર્ક ટેન્કની બીજી આવૃત્તિમાં પોતાના સાથીદારો સાથે જોવા મળેલા વરદે ચોક્કસપણે એક
લાંબી મજલ કાપી છે.
તેમની સંસ્થા, આયુસિંક(AyuSynk)એક IIT બોમ્બે સ્ટાર્ટઅપ છે,જેને તાજેતરમાં 3.5% ઇક્વિટી માટે
એમક્યોરફાર્માસ્યુટિકલ્સના સીએફઓનમિતા થાપર પાસેથી રૂ.1.5 કરોડનું ભંડોળ પ્રાપ્ત થયું છે.
વરદ ઇન્ડિયા સ્કિલ્સ અને વર્લ્ડ સ્કિલ્સ સ્પર્ધાની હિમાયત કરે છે, કારણ કે તેઓ સમજે છે કે ઘણા
યુવાન અનેપ્રતિભાશાળી દિમાગોએ તેમની કુશળતાને વધુ નિખારવી જોઈએ અને પોતાના
જીવનમાં પરિવર્તન લાવવું જોઈએ.
તેઓઇન્ડિયા સ્કિલ્સના ઉમેદવારો સાથે સક્રિયપણે સંપર્કમાં રહે છે અને તેમને વર્લ્ડ સ્કિલ સ્પર્ધામાં
ભાગ લેવા માટે તાલીમ આપે છે.
ઉત્તરાખંડના રૂદ્રપુરમાં મહિમા ગાંધી મેકઅપ અને નેઇલ સ્ટુડિયોના સ્થાપક મહિમા ગાંધી માટે
આત્મવિશ્વાસ મેળવવો ખૂબ જરૂરી હતો. તેમણે વર્લ્ડસ્કિલ્સ 2019-20માં ભાગ લીધો, જ્યાં તેમણે
માત્ર કૌશલ્ય ઉપરાંત ઘણી બાબતો એક્સપ્લોર કરી; તેમણે આત્મવિશ્વાસ મેળવ્યો.
2021માં, કોવિડ-19મહામારીના પડકારો વચ્ચે, નમ્ર પારિવારિક પૃષ્ઠભૂમિમાંથી આવતા મહિમાએ,
રૂદ્રપુરમાં પોતાનો મેકઅપ સ્ટુડિયો સ્થાપ્યો, જે વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં કૌશલ્યની
પરિવર્તનશીલ શક્તિનું પ્રદર્શન કરે છે. તેમણે વધારાના પડકારનો પણ સામનો કર્યો.
તેમની બીકોમ પાસ કરવાની અંતિમ પરીક્ષા તે જ દિવસેમ હતી, જે દિવસે તેમનીઇન્ડિયાસ્કિલ્સની
સ્પર્ધા હતી. તેમણે ઇન્ડિયા સ્કિલ્સને પ્રાધાન્ય આપ્યું, સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું, અને
આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કર્યું.
27 વર્ષના મોહિત દુડેજાની કહાની જરા અલગ છે. દિલ્હીમાં કૉલેજ છોડ્યા પછી, તેમણે બેંગલુરુમાં
બેકિંગ સાયન્સ અને પેસ્ટ્રી આર્ટ્સમાં ડિપ્લોમા કર્યું.
મુંબઈની એક ખાનગી હોટલમાં તેમની છ મહિનાની ઇન્ટર્નશિપ
દરમિયાન, તેમની યાત્રાએ નસીબદાર વળાંક લીધો, જ્યાં તેમને વર્લ્ડ સ્કિલ વિશે માહિતી મળી.
તેમણે સ્પર્ધામાં ભાગ લીધો હતો, અને હવે તે સોનીપતમાં ચેનલ 9 પેટીસેરી, બેકરી અને કેકની
દુકાન ધરાવે છે. આ દુકાન તેમના સમર્પણના પુરાવા તરીકે ઉભી છે.
મોહિત દુડેજા જણાવે છે કે, "ઇન્ડિયા સ્કિલ્સ મારી સફરને પ્રતિબિંબિત કરે છે.તે મારા માટે એક
સ્પર્ધા કરતાં વધુ છે; તે એક પરિવર્તનકારી પ્રકરણ છે જેણે મારી યાત્રાને દિશા આપી છે. દિલ્હીમાં
અભ્યાસ છોડવાથી લઈને બેંગલુરુની એકેડમી સુધીના દરેક પગલાંએ મને પડકાર માટે તૈયાર
કર્યો. વર્લ્ડ સ્કિલ્સ એ કેનવાસ બની ગયું છે, જ્યાં કૌશલ્યો જુસ્સાને પૂર્ણ કરે છે. અનુભવ માત્ર
જીતવા કે હારવા માટેનો નહોતો પણ વિકાસ કરવાનો હતો."
વરદ, મહિમા, ધરમરાજ અને મોહિત માત્ર સફળતાની ગાથાઓ નથી; તેઓ સફળ સાહસોના
નિર્માણમાં કુશળતાની મૂર્ત અસરનું પ્રતિનિધિત્વ કરે છે.
આ સ્પર્ધા માટેનું રજિસ્ટ્રેશન જ્યારે પણ ખૂલે છે, તો તેદેશભરની વ્યક્તિઓ માટે તેમની પ્રતિભાને
પ્રદર્શિત કરવા માટે અને એક એવી સફર શરૂ કરવા માટેનું ખુલ્લું આમંત્રણ આપે છે, જ્યાં કૌશલ્ય
તેમને સફળતા તરફ માર્ગદર્શન આપતું દિશાયંત્ર બની જાય છે. ઇન્ડિયા સ્કિલ્સમાં, અમે
સપનાંઓને વાસ્તવિકતામાં રૂપાંતરિત થતા જોઈએ છીએ.
ઇન્ડિયા સ્કિલ્સ 2023-24 માત્ર એક સ્પર્ધા નથી; તે આપણા રાષ્ટ્રના હૃદયના ધબકારાને
પ્રતિબિંબિત કરતી એક વ્યવહારિક યાત્રા છે.