NavBharat
Sport

વિરાટ કોહલીની ટીકા કરવા બદલ પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર મોહમ્મદ હાફીઝને આ ઇંગ્લિશ ખેલાડીએ લગાવી ફટકાર, લખ્યું- શું બકવાસ છે…!

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ હફીઝે હાલમાં જ વિરાટ કોહલીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, તે સ્વાર્થી ખેલાડી છે. હાફિઝના આ નિવેદન પર ભારતીય ક્રિકેટ ફેન્સ સહિત વિશ્વભરના ક્રિકેટ ખેલાડીઓ અને ચાહકોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને સોશિયલ મીડિયા પર તેને પાઠ ભણાવ્યો હતો.

માઈકલ વોને હાફિઝને તેના નિવેદન પર ન માત્ર યોગ્ય જવાબ આપ્યો પરંતુ, વિરાટ કોહલીની એક તસવીર શેર કરીને હફીઝને જાહેરમાં ફટકાર પણ લગાવી. માઈકલ વોને હાફિઝની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા લખ્યું, ‘શું બકવાસ છે હાફિઝ, ભારતે શાનદાર ક્રિકેટ રમી છે અને 8 ટીમોને હરાવી છે, કોહલી પાસે 49 સદી છે. તેની 49 સદી પહેલા તેની છેલ્લી ઈનિંગ મુશ્કેલ પીચ પર એન્કર ઈનિંગ્સ હતી. તેમની ટીમ 200થી વધુ રનથી જીતી હતી.

વિરાટની બોલિંગનો વીડિયો કર્યો શેર

માઈકલ વોન માત્ર અહીં જ અટક્યા નથી. તેણે ફરી એક ટ્વિટ કરીને વિરાટ કોહલીની બોલિંગની તસવીર શેર કરી હતી, જેમાં તેણે ટી20માં મોહમ્મદ હફીઝને બોલ્ડ કર્યો હતો. આ સાથે તેણે લખ્યું, ‘એવું લાગે છે કે કોહલીએ તને બોલ્ડ કર્યો હતો. આ કારણે તમે સતત કોહલીને ટોણા મારી રહ્યા છો. આ પછી મોહમ્મદ હફીઝે પણ માઈકલ વોનનો એક જૂનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેનો કેચ લેતો જોવા મળી રહ્યો છે. તેના પર પણ માઈકલ વોને હાફિઝનું અપમાન કર્યું હતું. માઈકલ વોને લખ્યું, ‘ગુડ મોર્નિંગ મોહમ્મદ હાફીઝ, વાસ્તવમાં આ ODI ક્રિકેટમાં મારા શ્રેષ્ઠ શોટ્સમાંથી એક હતો. દરેકને આ બતાવવા બદલ આભાર. આ પહેલા તેણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં વિરાટ કોહલી મોહમ્મદ હફીઝને બોલિંગ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ચાહકો માઈકલ વોનની આ સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Related posts

ચેસ વર્લ્ડ કપ: વિશ્વનાથન આનંદ પછી સેમિફાઇનલમાં પ્રવેશનાર આર પ્રજ્ઞાનંધા પ્રથમ ભારતીય બન્યા

Navbharat

T20 વર્લ્ડ કપ: ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવી પાકિસ્તાન સામે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે

Navbharat

સારી દૃષ્ટિના મહત્વ વિશે જાગૃતિ લાવવા ઓકલે અને રોહિત શર્માએ વન સાઈટ એસિલોર લકસોટિકા ફાઉન્ડેશનની સાથે કોલોબ્રેટ કર્યું

Navbharat