NavBharat
Sport

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અબ્દુલ રઝાકે ફરી એકવાર આપ્યું શર્મનાક નિવેદન! કહ્યું- આ ક્રિકેટની જીત છે અને ભારતની..!

આઈસીસી વર્લ્ડ કપ-2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હરાવીને વિશ્વ વિજેતા બની હતી. ભારતીય ટીમની આ હારને લઈને પાકિસ્તાનમાં હજુ પણ ઉજવણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ ટીમ ઈન્ડિયાની હાર પર માત્ર મીમ્સ જ નથી બનાવી રહ્યા પરંતુ, કેટલાક ચેટ શોમાં ટીમ ઈન્ડિયાને લઈને જોક્સ પણ બનાવવામાં આવી રહ્યા છે. આવા જ એક શોમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અને ફાસ્ટ બોલર અબ્દુલ રઝાકની નબળી વિચારસરણી સામે આવી છે.

વર્લ્ડ કપ ફાઈનલ બાદ પાકિસ્તાની ટીવી શોમાં અબ્દુલ રઝાકે ભારત પર પીચો સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે એમ પણ કહ્યું કે, ભારતીય ટીમ ખૂબ જ આત્મવિશ્વાસુ છે. આ સાથે તેણે એમ પણ ઉમેર્યું હતું કે ફાઇનલમાં ભારત હારી ગયું તે સારું થયું.

‘આ ક્રિકેટની જીત છે’

જણાવી દઈએ કે, ‘હંસના મના હૈ’ નામના એક પાકિસ્તાની ટીવી શોમાં અબ્દુલ રઝાકે કહ્યું હતું કે, ‘ભારતીય ઓવર કોન્ફિડન્સમાં હતા. આ ક્રિકેટની જીત છે અને ભારતની હાર. જો ભારતે આ વર્લ્ડ કપ જીત્યો હોત તો તે ક્રિકેટ માટે ખૂબ જ ખરાબ ક્ષણ હોત. તેણે પોતાના ફાયદા માટે સંજોગોનો ઉપયોગ કર્યો. ICC ફાઈનલમાં આનાથી ખરાબ પિચ મેં ક્યારેય જોઈ નથી. ભારત હાર્યું તે ક્રિકેટ માટે સારું હતું.

‘બંને ટીમોને ફાયદો થવો જોઈએ’

રઝાકે આગળ કહ્યું હતું કે, ‘એક સેમિફાઇનલમાં તેઓ 400 રન અને બીજી ટીમ 350 રન કરે છે. બીજી સેમિફાઇનલમાં સ્કોર માત્ર 220-230 છે. આ પછી ફાઇનલમાં પણ માત્ર 240 રન જ બને છે. આનો અર્થ એ છે કે સંજોગોમાં કંઈક ખોટું હતું. ભેદભાવ વિના પીચ હોવી જોઈતી હતી. બંને ટીમોને પરિસ્થિતિનો સમાન લાભ મળવો જોઈએ. 

Related posts

ખેલો ઈન્ડિયાના મેડલ વિજેતાઓ સરકારી નોકરી માટે લાયક ગણાશે

Navbharat

ભારત સામે 243 રને હાર્યા બાદ સાઉથ આફ્રિકાના કોચે કહ્યું કે, અમારા બોલરોએ 70થી 80 રન…!

Navbharat

બૂમ-બૂમ બુમરાહની ઇન્સ્ટા સ્ટોરીએ મચાવી દીધો ખળભળાટ, MI છોડવા સુધીની ફેન્સ વચ્ચે થઈ રહી છે ચર્ચા!

Navbharat