NavBharat
Business

Open AIના પૂર્વ CEO સેમ ઓલ્ટમેન હવે માઈક્રોસોફ્ટ સાથે કરશે કામ, સત્ય નડેલાએ કરી જાહેરાત

સેમ ઓલ્ટમેનને ઓપનએઆઈમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. જો કે, હવે તેમને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ, સેમ ઓલ્ટમેન માઇક્રોસોફ્ટમાં જોડાયા છે. માઈક્રોસોફ્ટના ચીફ સત્ય નડેલાએ પોતે આ અંગે સોશિયલ મીડિયા થકી જાહેરાત કરી છે. સેમ ઓલ્ટમેન ઉપરાંત, ગ્રેગ બ્રોકમેન પણ નવી અદ્યતન AI સંશોધન ટીમનું નેતૃત્વ કરવા માઇક્રોસોફ્ટની સંશોધન ટીમમાં જોડાશે.

માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાએ ઓલ્ટમેનની નિમણૂકની જાહેરાત કરતા તેમના એક્સ એકાઉન્ટ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યું કે, “અમે OpenAI સાથેની અમારી ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ અને અમે અમારા પ્રોડક્ટ રોડમેપ, Microsoft Igniteમાં જાહેર કરેલી દરેક વસ્તુ સાથે નવીનતા લાવવાની અમારી ક્ષમતા માટે પ્રતિબદ્ધ છીએ અને અમારા ગ્રાહકો અને ભાગીદારોને સમર્થન આપવાનું ચાલુ રાખવામાં વિશ્વાસ ધરાવીએ છીએ. ”

માઈક્રોસોફ્ટના સીઈઓએ પોસ્ટમાં વધુ જણાવ્યું કે, “અમે એમ્મેટ શીયર અને OAI ની નવી નેતૃત્વ ટીમને જાણવા અને તેની સાથે કામ કરવા માટે ઉત્સુક છીએ, અને અમે આ સમાચાર શેર કરવા માટે અત્યંત ઉત્સાહિત છીએ કે સેમ ઓલ્ટમેન અને ગ્રેગ બ્રોકમેન, તેમના સાથીદારો સાથે એક નવી અદ્યતન AI સંશોધન ટીમનું નેતૃત્વ કરવા માટે Microsoft સાથે જોડાશે. અમે તેમને સફળતા માટે જરૂરી સંસાધનો પ્રદાન કરવા માટે ઝડપથી આગળ વધવાની આશા રાખીએ છીએ.” તમને જણાવી દઈએ કે, માઈક્રોસોફ્ટે ઓપનએઆઈમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે અને તે બિંગ સહિતની ઓફરમાં કંપનીની ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે.

Related posts

કોફી ડે ગ્લોબલ બેંકરપ્સી પ્રક્રિયા હેઠળ, રિપોર્ટ

Navbharat

આઈટીસીનો શેર 2 દિવસમાં 7 ટકા ઘટ્યો છે.

Navbharat

‘રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી, પીએમ મોદી સારા બહુમતથી સત્તામાં પાછા ફરશે’: નાણાપ્રધાન

Navbharat