ભારતીય ટીમનો ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીર IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સાથે ફરી એકવાર જોડાયો છે. KKR એ આગામી સિઝન માટે ગંભીરની મેન્ટર તરીકે પસંદગી કરી છે. KKRના CEO વેંકી મૈસૂરે બુધવારે ગૌતમ ગંભીરના જોડાવાની પુષ્ટિ કરી હતી. ગંભીર હવે કોચ ચંદ્રકાંત પંડિત સાથે મળીને ટીમને ચેમ્પિયન બનાવવા પર ધ્યાન આપશે. ગૌતમ ગંભીરે પોતાની કપ્તાની હેઠળ સાલ 2012 અને 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સને આઈપીએલ ચેમ્પિયન બનાવ્યું હતું. ગંભીર હેઠળ, KKR 5 વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થયું અને સાલ 2014 ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં પહોંચ્યું હતું.
વાપસી પર ગંભીરે શું કહ્યું?
આ અંગે ગૌતમ ગંભીરે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, હું લાગણીશીલ વ્યક્તિ નથી અને ઘણી બાબતો મને હલાવી શકતી નથી. પરંતુ આ અલગ છે. જ્યાંથી આ બધું શરૂ થયું ત્યાં પાછા ફરવું. આજે, મારું ગળું ભરાઈ ગયું છે અને મારા હૃદયમાં આગ લાગી છે કારણ કે હું પર્પલ અને ગોલ્ડ જર્સી વિશે ફરી એકવાર વિચારું છું. હું માત્ર KKRમાં જ નહીં પરંતુ સિટી ઓફ જોયમાં પણ પુનરાગમન કરી રહ્યો છું. હુ પાછો આવી ગયો છું. હું ભૂખ્યો છું. હું નંબર-23 છું. આમી કેકેઆર.
I’m back. I’m hungry. I’m No.23. Ami KKR ❤️❤️ @KKRiders pic.twitter.com/KDRneHmzN4
— Gautam Gambhir (@GautamGambhir) November 22, 2023
શાહરૂખ ખાને શું કહ્યું?
KKRના સહ-માલિક શાહરૂખ ખાને ગૌતમ ગંભીરની વાપસી પર ખુશી વ્યક્ત કરી હતી. ફ્રેન્ચાઈઝીમાં ગંભીરનું સ્વાગત કરતા શાહરૂખ ખાને કહ્યું કે, તે હંમેશા પરિવારનો એક ભાગ રહ્યો છે અને અમારો કેપ્ટન એક માર્ગદર્શકની જેમ અલગ અવતારમાં પરત ફરી રહ્યો છે.