NavBharat
Gujarat

અરવલ્લી: “સ્વચ્છતા હી સેવા” હેઠળ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ વતન ચારણવાડ ગામે કર્યું સ્વચ્છતા અભિયાન

અરવલ્લી જિલ્લામાં જનભાગીદારીથી વતન ચારણવાડ ગામના મુખ્ય રસ્તાઓ અને મુખ્ય સ્થળોની સફાઈ કરવામાં આવી હતી. આજરોજ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ભીખૂસિંહ પરમાર તેમના વતન ચારણવાડ ખાતે યોજાયેલ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતાં. આ સાથે જ અરવલ્લી જિલ્લાના તમામ તાલુકા ખાતે ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ અભિયાન સફળ બની રહ્યું છે. લોકો ખૂબ જ ઉત્સાહથી સફાઈ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. સ્વછતાથી સ્વસ્થ જીવન બંને છે. અનેક જગ્યાએ જોવા મળતી ગંદકી હવે સ્વછતાના ભાગરૂપે દૂર કરવામાં આવી રહી છે. શેરીઓ, રસ્તાઓ, સ્ટેન્ડ, શાળાઓ સહીત અનેક જગ્યાઓમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે.

‘‘સ્વચ્છતા એ જ સેવા’’ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ

મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ‘‘સ્વચ્છતા એ જ સેવા’’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં આ અભિયાન હેઠળ ઉત્સાહપૂર્વક સફાઈ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં વિવિધ સ્થળોએ શ્રમદાનથી સફાઈ કરવામાં આવી છે.

Related posts

પ્રાકૃતિક પેદાશોના માર્કેટિંગમાં સહકાર આપવા સહકારી ક્ષેત્રના આગેવાનોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અપીલ

Navbharat

G20 મિનિસ્ટરીયલ કોન્ફરન્સ: ‘ઇન્ડિયા@૭૫:મહિલાઓનું યોગદાન’ વિષય પર પ્રદર્શન મહિલાઓ દ્વારા સંચાલિત લિજ્જત પાપડ સંસ્થાનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૬ હજારથી વધીને આજે રૂ. ૧૬૦૦ કરોડે પહોંચ્યુ : મહિલા સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ …..

Navbharat

૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજા જોગ સંદેશ

Navbharat