NavBharat
Health

શિયાળામાં વાઇરલ ફીવરથી રાહત મેળવવા અપનાવો આ ઘરેલુ નુસખા, જલ્દી જોવા મળશે અસર!

શિયાળાની ઋતુનો પ્રારંભ થતા હાલ ઠંડીમાં પણ ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ત્યારે ઘણા લોકોને શરદી, ઉધરસ અને તાવ જેવી મોસમી બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો તમને તાવ આવે અને તે શરૂઆતમાં જ ઓળખાઈ જાય તો તમે કેટલાક ઘરેલું ઉપચાર કરીને પણ રાહત મેળવી શકો છો. અહીં અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને વાયરલ ફીવરથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે.

કાળી મરી અને લવિંગ:

વાયરલ ફીવરમાં રાહત મેળવવા માટે તમે કાળી મરીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે અડધી ચમચી કાળી મરીના પાવડરને એક ચતુર્થ ચમચી હળદર અને અડધી ચમચી સૂકા આદુના પાવડરને 2 કપ પાણીમાં ઉકાળો. જ્યારે આ પાણી ઉકાળ્યા પછી અડધું રહી જાય તો તેને હૂંફાળું પી લો. ઉપરાંત, મોસમી તાવમાં લવિંગ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે તમારે 2થી 3 લવિંગનો પાવડર બનાવી 1 ચમચી મધમાં ભેળવીને સેવન કરવું. તેના ઉપયોગથી ગળાનો દુખાવો પણ ઠીક થઈ શકે છે.

તુલસી અને ગિલોય:

ઔષધીય ગુણો ધરાવતી તુલસી વાયરલ તાવમાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે તુલસીના 6થી 7 પાનને અડધી ચમચી લવિંગ પાવડર સાથે 1 લીટર પાણીમાં ઉકાળો અને પછી તેને દિવસમાં 3થી 4 વખત થોડું-થોડું કરીને પીવો. તમને પીડામાં રાહત મળશે. જ્યારે ગિલોય પણ વાયરલ તાવની સમસ્યામાં ફાયદાકારક બની શકે છે. 1 લીટર પાણીમાં 3 ઈંચ ગીલોય લાકડું ઉકાળો અને જ્યારે તે પાણી અડધુ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. હવે આ પાણીને દિવસમાં ઘણી વખત પીવો, તમને આરામ મળશે. ગિલોય પાણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.

(Disclaimer: પ્રિય વાચકો, આ લેખમાં દર્શાવેલ તમામ સલાહ અને સૂચનાઓ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ના લેવી જોઈએ. આ લેખમાં આપેલ તમામ માહિતી અને સૂચનાઓ અલગ-અલગ માધ્યમ અને સામગ્રીથી એકત્ર કરવામાં આવી છે. અમે તેની પુષ્ટિ કે દાવો કરતા નથી. જો તમારી પાસે કોઈ પ્રશ્નો, સમસ્યા અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)

Related posts

કોવિડ -19 રોગચાળાએ ભારતમાં આરોગ્ય માળખાગત ખામીઓ અને તેને દૂર કરવાના પગલાઓ પર પ્રકાશ પાડ્યો હતો: મનસુખ માંડવિયા

Navbharat

શું તમે પણ સર્વાઇકલની ગંભીર સમસ્યાથી પીડિત છો? આ ઘરગથ્થુ ઉપચાર તમે કરી શકે છે મદદ!

Navbharat

મોનસૂન સ્કીનકેર

Navbharat