NavBharat
Entertainment

ગુજરાતમાં ફિલ્મફેર ફીવર; 28મી જાન્યુઆરીના રોજ ભવ્ય કાર્યક્રમ યોજાશે

ગુજરાત ટુરીઝમ સાથે 69મા હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સ 2024 માટે અપેક્ષા વધી રહી છે કારણ કે તે વાઈબ્રન્ટ
ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડ થઈ રહ્યા છે. ટાઈમ્સ ગ્રૂપે તાજેતરમાં ભારતીય ફિલ્મ મંડળના ફિલ્મ
નિર્માતાઓ સાથે મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક વાઈબ્રન્ટ ઉદ્ઘાટન રાઉન્ડ ટેબલનું
આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં ફિલ્મ ઉદ્યોગના સર્જનાત્મક દિમાગ અને ગુજરાત ટુરીઝમના પ્રતિનિધિઓ વચ્ચે
વિચારોનું જીવંત આદાનપ્રદાન થયું. રાજ્યને ફિલ્મ નિર્માણ માટેના મુખ્ય હબમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન
કેન્દ્રિત કરવા સાથે, રાઉન્ડ ટેબલે આગળની એક્સાઈટિંગ જર્ની માટે મંચ તૈયાર કર્યો, જે સિનેમાની દુનિયા અને
વાઇબ્રન્ટ રાજ્ય ગુજરાત વચ્ચે આશાસ્પદ સહયોગનો સંકેત આપે છે.

ઉદઘાટન ફિલ્મફેર રાઉન્ડ ટેબલ પર બોલતા, ઇમ્તિયાઝ અલી, ડિરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ક્રીનરાઇટર જણાવ્યું હતું
કે, “સમગ્ર ફિલ્મ જગત વતી, હું ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત ટુરીઝમના આદરણીય પ્રતિનિધિઓનો
રાજ્યને મુખ્ય ફિલ્મ ડેસ્ટિનેશન બનાવવા માટે એક અનોખી યોજનાનું અનાવરણ કરવા બદલ હૃદયપૂર્વક
આભાર માનું છું. ગુજરાત સરકાર જે પ્રામાણિકતા અને સમર્પણ સાથે આ પ્રયાસને આગળ ધપાવી રહી છે તેણે
ખરેખર અમને પ્રેરિત કર્યા છે. અમે ગુજરાત સરકારને તેમના ગતિશીલ અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ રાજ્યમાં
પ્રથમ વખત ફિલ્મફેર પુરસ્કારોનું આયોજન કરવા બદલ અમારી શુભેચ્છાઓ વ્યક્ત કરવા માંગીએ છીએ અને
અમે આ અદ્ભુત સહયોગ પ્રગટ થવાની આશા રાખીએ છીએ."

તારીખ નોંધી લો! ગુજરાત ટુરીઝમ સાથે 69મો હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ 2024, 28મી જાન્યુઆરી 2024ના રોજ
બ્લોકબસ્ટર નાઈટનું વચન આપે છે. તમામ બઝ અને એક્સાઇટમેન્ટ માટે ફિલ્મફેર સાથે જોડાઓ.

Related posts

રણબીર કપૂરની ‘એનિમલ’ અને વિક્કી કૌશલની ‘સેમ બહાદુર’ એક દિવસે થશે રિલીઝ! આ ક્લેશ અંગે વિક્કીએ કહ્યું- અમે એકબીજા માટે..!

Navbharat

અભિનેત્રી રશ્મિકા મંડન્નાના Deepfake વીડિયો વિવાદ બાદ સરકારનું કડક વલણ, એડવાઇઝરી જાહેર કરી કહી આ વાત!

Navbharat

આદિપુરુષે વિશ્વવ્યાપી બંધ બોક્સ ઓફિસ કલેક્શન

Navbharat