NavBharat
Tech

એનિમલ ફિલ્મમાં બોબી દેઓલની એક્ટિંગને લઈને પિતા ધર્મેન્દ્ર થયા આફરીન, કહી દીધી આ વાત

ધર્મેન્દ્રએ એનિમલની પ્રશંસા કરી અને તેના પુત્ર બોબી દેઓલે તેને સોશિયલ મીડિયા પર ટેલેન્ટેડ કહ્યો. ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર એનિમલમાં બોબી દેઓલની એક્ટિંગના વખાણ કર્યા હતા. આ ફિલ્મને લઈને દર્શકોનો શાનદાર રીસ્પોન્સ મળ્યો છે ત્યારે ફિલ્મમાં રણબીર અને બોબી દેઓલની એક્ટિંગના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે બોબી દેઓલની પ્રથમ વખત આ અંદાજમાં જોઈને ચાહકો પણ ઘણા ખૂશ છે. ત્યારે બોબીના પિતા અને બોલિવૂડના પીઢ અભિનેતાએ સોમવારે સવારે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મમાંથી તેમના પુત્રની એક તસવીર શેર કરી અને અનેક હાર્ટ ઇમોજીસ સાથે પ્રતિભાશાળી બોબ લખ્યું હતું. ધર્મેન્દ્રએ એનિમલની પ્રશંસા કરી અને તેના પુત્ર બોબી દેઓલે તેને સોશિયલ મીડિયા પર ટેલેન્ટેડ કહ્યો

બોબી દેઓલે આ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ ફિલ્મમાં પોતાના પાત્ર વિશે પણ વાત કરી હતી. એનિમલમાં તેના વિરોધી અબરાર હકના પાત્ર વિશે વાત કરતાં, બોબીએ કહ્યું, દરેક માણસમાં બા બાબતો હોય છે તેઓ સારા અને ખરાબ બંને હોય છે. તે અનિષ્ટ ચોક્કસ સંજોગો પછી જ તમારામાંથી બહાર આવે છે.

આ ફિલ્મમાં રણબીર ચોક્કસથી મુખ્ય રોલમાં છે પરંતુ બોબી દેઓલની પણ મહત્વની ભૂમિકા છે. જેના ટ્રેલરમાં જ બોબી દેઓલ જોવા મળ્યો હતો ત્યારથી આ પાત્રની પ્રશંસા કરવામાં આવી છે. જેમાં બોબી દેઓલની શાનદાર બોડી પણ બતાવવામાં આવી છે. 

સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત,એનિમલમાં રશ્મિકા મંદન્ના, તૃપ્તિ ડિમરી, શક્તિ કપૂર, સુરેશ ઓબેરોય અને પ્રેમ ચોપરા પણ છે. ફિલ્મે તેના શરૂઆતના દિવસે રૂ. 63.8 કરોડની કમાણી કરી હતી અને તેના પ્રથમ સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર રૂ. 202.57 કરોડની કમાણી કરી હતી. આગામી સમયમાં પણ આ ફિલ્મ નવા માઈલસ્ટોન સર કરશે કેમ કે, એક જ વીકેન્ડમાં જ આ ફિલ્મે સારી એવી કમાણી કરી લીધી છે. 

Related posts

Threads યુઝર્સ માટે મહત્ત્વના સમાચાર, લોન્ચ થયું આ નવું ફીચર્સ! જાણો વિગત

Navbharat

લો હવે ચાર્જર વગર જ ચાર્જ થશે તમારો સ્માર્ટફોન, આ ટેક્નોલોજી જાણી તેમને પણ લાગશે નવાઈ!

Navbharat

અમદાવાદ શહેરમાં હથિયારબંધી અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું પ્રસિદ્ધ

Navbharat