NavBharat
Entertainment

રિલીઝ પહેલા જ રણબીર કપૂરની ‘એનિમલ’નો ધમાકો, માત્ર 3 દિવસમાં થયું લાખો ટિકિટનું એડવાન્સ બુકિંગ!

અભિનેતા રણબીર કપૂર અને એક્ટ્રેસ રશ્મિકા મંડન્નાની ફિલ્મ ‘એનિમલ’ હાલ ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર અને સોંગ ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ ફિલ્મના રિલીઝની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. આ ફિલ્મ 1 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

‘એનિમલ’ના એડવાન્સ બુકિંગમાં ઓડિયન્સનો ક્રેઝ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. માત્ર ત્રણ દિવસમાં આ ફિલ્મની લાખો ટિકિટનું વેચાણ થઈ ગયું છે. ‘એનિમલ’ના એડવાન્સ બુકિંગ માટેની ટિકિટ બારી 25 નવેમ્બરથી ખોલવામાં આવી છે. ફિલ્મને સારી ઓપનિંગ મળે તે માટે તેની રિલીઝના 6 દિવસ પહેલા એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

બે દિવસનો બિઝનેસ

એનિમલના એડવાન્સ બુકિંગ અંગેની અપડેટ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ દ્વારા શેર કરવામાં આવી છે. માત્ર ત્રણ દિવસમાં ફિલ્મની ટિકિટ બુકિંગ લાખો સુધી પહોંચી ગઈ છે. રિપોર્ટ અનુસાર, પહેલા દિવસે એટલે કે 25 નવેમ્બરે દેશભરમાં ‘એનિમલ’ની 52,500 ટિકિટ વેચાઈ હતી. 26 નવેમ્બરે એનિમલે નેશનલ ચેઇનમાં 87,500 ટિકિટ વેચી છે.

ત્રણ દિવસમાં કેટલી ટિકિટ વેચાઈ?

હવે 27 નવેમ્બરે એનિમલના બિઝનેસની વાત કરીએ તો ફિલ્મે ત્રણ દિવસમાં એક લાખ ટિકિટ વેચી છે. આ સાથે દેશભરમાં ‘એનિમલ’ના ઓપનિંગ ડેની 100,000 ટિકિટો વેચાઈ ગઈ છે.

ક્યારે થશે રિલીઝ?

ફિલ્મ એનિમલ 1 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. હિન્દીની સાથે સાથે આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ રિલીઝ થશે.

Related posts

લવ સેક્સ ઔર ધોખા 2: એકતા કપૂરે ફેબ્રુઆરી 2024માં રિલીઝ ડેટ જાહેર કરી

Navbharat

હોલીવુડ અભિનેતા અને નિર્માતા માઈકલ ડગ્લાસ પ્રતિષ્ઠિત સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવવા માટે ભારતના 54મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં હાજરી આપશે

Navbharat

સોની સબની વાગલે કી દુનિયા 3 વર્ષ પૂરા થયા અમદાવાદની મુલાકાત લેતા, શોના કલાકારો માનસિક સ્વાસ્થ્ય વગેરે જેવા સામાજિક મુદ્દાઓ પર ધ્યાન આપે છે જેનો શોમાં સામનો કરવામાં આવ્યો છે

Navbharat