શિયાળામાં લોકો સામાન્ય દિવસોની સરખામણીએ ઘણી મગફળી ખાતા હોય છે. મગફળીમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કયા લોકોએ મગફળી બિલકુલ ન ખાવી જોઈએ? કારણ કે કેટલાક લોકોના સ્વાસ્થ્યને તે નુકસાન પહોંચાડી શકે છે.
સામાન્ય રીતે ઘણા લોકો મગફળીને ટાઇમપાસ તરીકે પણ ખાતા હોય છે. જો કે, મગફળી ખાવાના ઘણા ફાયદા છે. મગફળીમાં ભરપૂર માત્રામાં પોષક તત્ત્વો હોય છે, પરંતુ બીજી તરફ, જો તેની માત્રા વધારે થઈ જાય તો તે શરીર માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. જે લોકોના શરીરમાં આ સમસ્યા હોય તેમણે ભૂલથી પણ મગફળી ન ખાવી જોઈએ, નહીં તો તેઓ બીમાર પડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્થરાઇટિસથી પીડિતા લોકોએ મગફળી ન ખાવી જોઈએ. કારણ કે, અર્થરાઇટીસના પીડિતોને વારંવાર સાંધામાં દુખાવાની સમસ્યા થતી હોય છે, જો તેઓ મગફળી ખાય તો આ સમસ્યા ગંભીર બની શકે છે.
ઉપરાંત, જે લોકો સ્થૂળતાથી પીડિત છે એટલે કે જેમનું વજન વધુ છે. તેઓએ વધુ માત્રામાં મગફળી ખાવાનું ટાળવું જોઈએ. મગફળીમાં ઘણી બધી કેલરી હોય છે, જેના કારણે વજનમાં વધારો થવાની સંભાવના છે. આવા લોકોએ મગફળી ખાવાનું ટાળવું જોઈએ. આ સિવાય, જે લોકોને પેટને લગતી સમસ્યાઓ હોય, જેવી કે પેટ ફૂલવું, પેટમાં દુખાવો હોય તેમણે મગફળી ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે મગફળી આ રોગને વધુ વધારી શકે છે. કેટલાક લોકોને મગફળી ખાધા પછી એલર્જીની પણ સમસ્યા થતી હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમે મગફળીને તમારા આહારનો ભાગ બનાવો છો, તો ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો. ઉપરાંત, મગફળી ખાતી વખતે તેની માત્રાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
(Disclaimer: પ્રિય વાચકો, આ લેખમાં દર્શાવેલ તમામ સલાહ અને સૂચનાઓ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવી જોઈએ. આ લેખમાં આપેલ તમામ માહિતી અને સૂચનાઓ અલગ અલગ માધ્યમ અને સામગ્રીથી એકત્ર કરવામાં આવી છે. અમે તેની પુષ્ટિ કે દાવો કરતા નથી. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)