NavBharat
Health

મીઠું ખાવાથી થઈ શકે છે બ્લડ પ્રેશરને લગતી સમસ્યા, ખોરાકમાં કરો ઓછું

દવાઓ ઉપરાંત જીવન પર્યત કેટલીક ખાન પાનની બાબતોમાં કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. તેમાં પણ ખાસ કરીને બ્લડ પ્રેશર માટે કેટલાક લોકોને મેડિસિન લેવી પડે છે ત્યારે આ સિવાય, પણ બ્લડ પ્રેશર નિયંત્રિત કરી શકાય છે.આ અભ્યાસ મુજબ, હાઈપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં દવાઓ કરતાં આપણો આહાર એટલે કે ખોરાક મોટી અને વધુ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

 
ખાસ કરીને રોજિંદા ખોરાકમાં મીઠાની માત્રાને ઘટાડવી ખૂબ જરુરી છે. જેનાથી બ્લડ પ્રેશર એટલું જ ઓછું કરી શકાય છે જેટલું તે બીપી અને હાઈપરટેન્શનની દવાઓથી ઓછું થાય છે. એટલે કે દવા લેવાથી જેટલો ફાયદો થાય છે, એટલો જ ફાયદો મીઠું ન ખાવાથી પણ થાય છે. ખોરાકમાં મીઠાની માત્રા ઘટાડવાથી બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે. મતલબ, એક નાની આદત અનેક જીવલેણ રોગોનું જોખમ ઘટાડી શકે છે. મીઠું એ આપણા ખોરાક અને સ્વાદને વધારવા માચ એક કેન્દ્રિય તત્વ છે અને તેનાથી દૂર રહેવું એટલું સરળ નથી જેટલું લાગે છે પરંતુ ખોરાકમાં મીઠાના વધુ પડતા અવકાશને ઘટાડવું ખૂબ જ જરૂરી છે.
 
ખાસ કરીને WHO દરરોજ માત્ર 5 ગ્રામ અથવા એક ચમચી મીઠું ખાવાની ભલામણ કરે છે. હાઈપરટેન્શનના વધતા કેસોમાં આ આદત મુખ્ય ભૂમિકા ભજવે છે. અતિશય માત્રામાં એટલે કે, વધુ મીઠું ખાવાથી કિડની, બ્લડ પ્રેશર અને હૃદયને લગતી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે.
 
એક રિપોર્ટ અનુસાર, ભારતમાં હાઈપરટેન્શનના માત્ર 12% દર્દીઓ જ તેમના બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં સક્ષમ છે. જેથી મીઠું ખાવાની બાબાતમાં ખૂબ જ કાળજી લેવી જરુરી છે. ;હૃદય સંબંધિત રોગો ઝડપથી વધી રહ્યા છે અને આ રોગો પાછળનું સૌથી મોટું કારણ હાઇપરટેન્શન છે પરંતુ હાયપર ટેન્શનને કંટ્રોલ કરવા માટે મીઠું જેવી આદતને પણ ઘટાડવી જોઈએ. કેમ કે, બ્લડ પ્રેશર વધું હોય તેમને ડૉક્ટર્સ દ્વારા પણ આ સલાહ આપવામાં આવતી હોય છે.

Related posts

માનસિક સ્વાસ્થ્ય માટે ખતરનાક છે મોડી રાત સુધી જાગવું! જાણો, સ્વાસ્થ્ય માટે યોગ્ય સમયે સૂવું કેટલું જરૂરી છે?

Navbharat

ઝોમેટોએ મહિલા ડિલિવરી ભાગીદારો માટે તેના પ્રકારનો પ્રથમ પ્રસૂતિ વીમો રજૂ કર્યો છે

Navbharat

કબજિયાતથી રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે પપૈયું! જાણો તેને ખાવાથી કયા કયા ફાયદા મળી શકે છે?

Navbharat