NavBharat
Politics/National

દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી, કેન્દ્ર નેપાળમાં! સપ્તાહમાં બીજીવાર અનુભવાયો આંચકો

દિલ્હી-NCRમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની અસર લાંબા સમય સુધી જોવા મળી હતી. આંચકો અનુભવતાની સાથે જ લોકો જીવ બચાવવા માટે એપાર્ટમેન્ટ અને ઓફિસમાંથી બહાર ભાગ્યા હતા. જણાવી દઈએ કે, દિલ્હી-એનસીઆરમાં છેલ્લા 3 દિવસમાં આ બીજો ભૂકંપ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી છે.

નેપાળમાં ભૂકંપનું કેન્દ્ર

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે, સોમવારે સાંજે 4:18 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. NCSએ જણાવ્યું કે નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 હતી. નોંધનીય બાબત એ છે કે નેપાળમાં છેલ્લા ચાર દિવસમાં આ ત્રીજો મોટો ભૂકંપ છે.

અગાઉ નેપાળમાં 150થી વધુ લોકોએ ગુમાવ્યો હતો જીવ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, શુક્રવારના ભૂકંપથી પશ્ચિમ નેપાળના જાજરકોટ અને રુકુમ પશ્ચિમ જિલ્લાઓ ખરાબ રીતે પ્રભાવિત થયા હતા. ભૂકંપને કારણે જાહેર અને ખાનગી બંને પ્રકારના લગભગ 8,000 મકાનોને નુકસાન થયું હતું. આ ભૂકંપમાં 153 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સેંકડો ઘાયલ લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Related posts

પ્રધાનમંત્રીનું દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાત પહેલા પ્રસ્થાન નિવેદન

Navbharat

લક્ષદ્વીપ vs માલદીવ

Navbharat

ભાજપ સરકાર જીત બાદ ત્રણ રાજ્યોમાં લઈ શકે છે મોટો નિર્ણય, નારી શક્તિને સોંપી શકે છે મોટો પદભાર

Navbharat