NavBharat
Sport

ભારતીય ટીમ સાઉથ આફ્રીકાના પ્રવાસે,  ત્રણ T20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમાશે

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ગઈકાલથી જ રવાના થઈ ગઈ છે. ટીમમાં ઘણો જુસ્સો જોવા મળી રહ્યો છે કેમ કે, ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ટીમનો ઉત્સાહ બરકરાર જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં ICC રેન્કિંગમાં ટોચ પર યથાવત છે. તે જ સમયે, પાંચ ભારતીય ખેલાડીઓ અલગ અલગ વ્યક્તિગત રેન્કિંગમાં ટોચ પર છે. ભારતીય ટીમમાં  રોહિત અને વિરાટ મેચના 10 દિવસ બાદ એટલે કે, 20 ડિસેમ્બરે જોડાશે. 

ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે સવારે સાઉથ આફ્રિકા પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે. ભારતની પ્રથમ T20 મેચ 10 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે રમાશે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને તેમનો સપોર્ટ સ્ટાફ પણ ટીમની સાથે છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર, ભારતીય ટીમે પહેલા ત્રણ T20, પછી ત્રણ ODI અને અંતે બે ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે.

અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને આ પ્રવાસની T20 અને વન ડે શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્માને ટી20 અને વનડેમાંથી પણ આરામ આપવામાં આવ્યો છે. તેઓ  20 ડિસેમ્બરે ઈન્ટ્રા-સ્કવોડ મેચ પહેલા ટીમ સાથે જોડાશે.

10 ડિસેમ્બર રવિવારથી શરૂ થનારી ત્રણ મેચની T20, ત્રણ મેચની ઓડીઆઈ અને બે મેચની ટેસ્ટ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. સૂર્યકુમાર યાદવ ડરબનમાં રમાનારી પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે જ્યારે રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે પોતાનો બીજો કાર્યકાળ દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી શરૂ કરશે. ખાસ કરીને અત્યારે ભારતીય ખેલાડીઓ ફોર્મમાં છે ત્યારે આગામી સમયમાં પણ આ ફોર્મ બરકરાર રહેશે. ખાસ કરીને આઈસીસીની 12 અલગ-અલગ રેન્કિંગમાંથી ભારતીય ટીમ અથવા ભારતીય ખેલાડીઓએ આઠ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. 

ત્યારે ટીમના ખેલાડીઓ માટે રાહુલ દ્રવિડ ફરીથી કોચ તરીકે યથાવત છે જેથી ટીમ રાહુલ દ્રવિડના ગાયડન્સમાં રમશે.

Related posts

વન ડે અને ટી-20માં ક્રિકેટમાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલ સાથે ટોપ પર, ટીમના ખેલાડીઓના આ છે રેન્ક 

Navbharat

ભારતની ટીમને આફ્રિકાનો પ્રવાસ કેટલો ફળશે, 10 ડીસેમ્બરથી શરુ થશે ક્રિકેટ મેચ

Navbharat

ચેસ ફાઇનલમાં આર પ્રજ્ઞાનંધા વિ મેગ્નસ કાર્લસન

Navbharat