હાલના સમયમાં વધતા પ્રદૂષણ અને ધૂમ્રપાનના કારણે લોકોમાં ફેફસાં સંબંધિત બીમારીઓ ઝડપથી વધી રહી છે. વિશ્વની સાથે આપણા ભારત દેશમાં પણ વાયુ પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે લોકોને ઘણી બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શરીરને સ્વસ્થ રાખવા માટે ફેફસાંનું સ્વસ્થ રહેવું પણ ખૂબ જ જરૂરી છે. અહીં અમે તમને 3 રીત જણાવીશું, જેના થકી તમે તમારા ફેફસાંને સ્વસ્થ બનાવી શકો છો.
અનુલોમ વિલોમ પ્રાણાયામ-
રોજ પ્રાણાયામ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી ફેફસાં મજબૂત બને છે અને તેની સાથે તે તમારા ફેફસાંને ડિટોક્સ કરવાનું પણ કામ કરે છે. બાળક હોય કે વડીલ, દરેક વ્યક્તિએ અનુલોમ વિલોમ પ્રાણાયામ અવશ્ય કરવો જોઈએ.
હળદરવાળું દૂધ પીવું-
હળદરમાં એન્ટિવાયરલ અને એન્ટિફંગલ ગુણ હોય છે, તેથી જ તાવ અને શરદી-ઉધરસની સ્થિતિમાં હળદરને દૂધમાં ભેળવીને પીવામાં આવે છે. હળદરવાળું દૂધ પીવાથી ફેફસામાં કફ અને સાઇનસની સમસ્યામાં પણ આરામ મળે છે. હળદરવાળું દૂધ ફેફસાંને મજબૂત કરવા માટે ઉપયોગી છે. આ માટે 1 ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને હૂંફાળું પીવું.
(Disclaimer: પ્રિય વાચકો, આ લેખમાં દર્શાવેલ તમામ સલાહ અને સૂચનાઓ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ના લેવી જોઈએ. આ લેખમાં આપેલ તમામ માહિતી અને સૂચનાઓ અલગ-અલગ માધ્યમ અને સામગ્રીથી એકત્ર કરવામાં આવી છે. અમે તેની પુષ્ટિ કે દાવો કરતા નથી. જો તમારી પાસે કોઈ પ્રશ્નો, સમસ્યા અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)