NavBharat
Health

જાસૂદના સૂકા ફૂલોને ફેંકશો નહીં, ત્વચા અને વાળ માટે ખૂબ જ હોય છે ઉપયોગી! જાણો તેના ફાયદા

ઘણા લોકો પોતાના ઘરે જાસૂદના ફૂલ ઉગાડે છે. જો કે, ઘણી વખત તેનો ઉપયોગ ન થતા તે ફૂલ ખરી જાય છે અને પછી સૂકાઈ જાય છે. આથી આપણે તેને ફેંકી દઈએ છીએ. પરંતુ, ઘણા લોકો આ વાતથી અજાણ છે કે આ ફૂલનો ઉપયોગ ચહેરાની ચમક અને વાળના રંગને સુધારવામાં કરી શકાય છે. આયુર્વેદમાં આ ફૂલનું ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. જાસૂદના ફૂલ ફ્લેવોનોઈડ્સ અને એમિનો એસિડનો સમૃદ્ધ સ્ત્રોત છે. તે કેરાટિનના ઉત્પાદનમાં મદદ કરે છે, જે તમારા વાળનો રંગ બદલી શકે છે. ઉપરાંત, તે ત્વચા માટે કોલેજન બૂસ્ટર બની શકે છે.

સૂકા ફૂલોનો પાવડર બનાવો-

ત્વચા અને વાળ માટે સૂકા જાસૂદના ફૂલોનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમે આ ફૂલોને ભેગા કરી લો. પછી તેને સૂકા ફૂલોનો ભૂકો કરીને પાવડર તૈયાર કરો. હવે આ પાવડરને એક ડબ્બામાં રાખો અને તેને હેર ઓઇલ કે ફેસ પેકમાં મિક્સ કરીને તમે તેને ચહેરા કે વાળ પર લગાવી શકો છો. આ રીતે સ્ટોર કરેલા જાસૂદના ફૂલોના પાવડરનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો.

તેલ બનાવીને વાળમાં લગાવો-

સૂકા જાસૂદના ફૂલોમાંથી ઉત્તમ આયુર્વેદિક તેલ તૈયાર કરી શકાય છે. આ માટે એક વાસણ લઈને તેને ગેસ પર મુકવું અને તેમાં 2 વાટકી નાળિયેર તેલ નાખવું. પછી તેમાં મેથીના દાણા અને કાળા તલ ઉમેરવા. હવે તેમાં જાસૂદના ફૂલ ઉમેરો. ઉપરથી એક ડુંગળી કાપીને મિક્સ કરો. બધું બરાબર પાકી જાય પછી આ તેલને ગાળીને રાખી લો. જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે તેને એક બોટલમાં ભરી લો. હવે તેનો ઉપયોગ તમારા વાળ માટે કરી શકો છો. વાળના ગ્રોથમાં વધારો કરવાની સાથે, તે તમને માથા પર ચામડીના ચેપથી પણ બચાવે છે.

(Disclaimer: પ્રિય વાચકો, આ લેખમાં દર્શાવેલ તમામ સલાહ અને સૂચનાઓ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ના લેવી જોઈએ. આ લેખમાં આપેલ તમામ માહિતી અને સૂચનાઓ અલગ-અલગ માધ્યમ અને સામગ્રીથી એકત્ર કરવામાં આવી છે. અમે તેની પુષ્ટિ કે દાવો કરતા નથી. જો તમારી પાસે કોઈ પ્રશ્નો, સમસ્યા અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)

Related posts

કબજિયાતથી રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે પપૈયું! જાણો તેને ખાવાથી કયા કયા ફાયદા મળી શકે છે?

Navbharat

ઋષિકેશમાં આઇઆઇએમએસ ઇમરજન્સી વોર્ડમાં પાણી ભરાયા.

Navbharat

ગુજરાતમાં એઈમ્સ સહિત કુલ ૪૦ મેડિકલ કોલેજ કાર્યરત; દર વર્ષે ૭૦૦૦થી વધુ તબીબો સમાજને મળે છે

Navbharat