NavBharat
Gujarat

સ્પેશિયલ ખેલમહાકુંભ-૨૦૨૩માં ભાગ લેવા ઈચ્છુક દિવ્યાંગ ખેલાડીઓ ૧૫ ડિસેમ્બર સુધી ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે

 
 
સ્પેશિયલ ખેલમહાકુંભ-૨૦૨૩માં ભાગ લેવા ઈચ્છુક દિવ્યાંગ ખેલાડીઓ ૧૫ ડિસેમ્બર સુધી ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. ખાસ કરીને ગાંધીનગર જિલ્લામાં રજિસ્ટ્રેશન થઈ શકે છે.
 
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે વિવિધ કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાકક્ષાના સ્પે.ખેલમહાકુંભની સ્પર્ધામાં માનસિક ક્ષતિગ્રસ્ત (M.R), શારિરીક ક્ષતિગ્રસ્ત (O.H), અંધજન (બ્લાઇન્ડ), શ્રવણમંદ ક્ષતિવાળા (ડેફ) ઘરાવતા ખેલાડીઓ ભાગ લઇ શકશે. સ્પે.ખેલમહાકુંભ ઓફલાઇન રજીસ્ટ્રેશન તા. ૧૫/૧૨/૨૦૨૩ સુધી કરાવી શકાશે. જે ઓફલાઇન રજીસ્ટ્રેશન માટે માનસિક ક્ષતિગ્રસ્ત (M.R) કેટેગરી માટે  જીગ્નેશ રાવલ (મો.નં- ૯૮૯૮૭૮૭૫૨૦), શારિરીક ક્ષતિગ્રસ્ત (O.H) કેટેગરી માટે  અજીત ડોડીયા (મો.નં- ૭૦૧૬૮૩૫૦૫૮), અંધજન (બ્લાઇન્ડ) કેટેગરી માટે જયંતીભાઈ પટેલ (મો.નં- ૯૮૯૮૭૮૦૪૬૨૯) અને શ્રવણમંદ ક્ષતિવાળા (ડેફ) કેટેગરી માટે  હિતેશ ચૌધરી (મો.નં- ૮૧૪૦૨૫૫૩૨૯) નો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકાશે. વધુ વિગત માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, ગાંધીનગર સેકટર-૨૧નો સંપર્ક કરવાનો રહેશે. 
 
 
વધુમાં, ભાગ લેનાર તમામ કેટેગરીના ખેલાડીઓ સ્પે. ખેલમહાકુંભનાં ઓફલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ ભરી તા.૧૫/૧૨/૨૦૨૩ સુધી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સેકટર-૨૧, મહાત્માગાંધી સ્કુલ ગાંધીનગર ખાતે અથવા સબંધિત વિભાગના જીલ્લાના માન્ય રમત મંડળનાં પ્રતિનિધિ/સંસ્થાને જમા કરવાના રહેશે તેમ ગાંધીનગરના જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. 
 
ખેલ મહાકુંભમાં દર વર્ષે સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને સ્પોર્ટ ક્ષેત્ર જોડાયેલા યુવાનો ખૂબ જ ઉત્સુકતા દર્શાવી રહ્યા છે ત્યારે ખેલ મહાકુંભની શ્રેણી ફરી એકવાર નવી તકો ખેલ ક્ષેત્રે લઈને આવી છે. ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પોર્ટ ક્ષેત્રે યુવાનો દિવસે આગળ વધી રહ્યા છે ત્યારે ખેલ મહાકુંભ પણ તેમના માટે નવી તકો લઈને આવે છે ત્યારે ખેલ મહાકુંભની અંદર પહેલાની સરખામણીમાં દિવસેને દિવસે ઉત્સાહ ખૂબ જ વધી રહ્યો છે ત્યારે ફરી એકવાર ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યા છે. 

Related posts

દેશને વિશ્વની પાંચ ટ્રીલીયન ઇકોનોમી સુધી પહોચાડવાનો PMના લક્ષ્યાંકમાં આપણે ભાગ લઈ ફાળો આપવો જોઈએ : અલ્પેશ ઠાકોર

Navbharat

રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ

Navbharat

તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓનું ભણતર પૈસાના કારણે ના અટકે તેનું પુરતું ધ્યાન રાજ્ય સરકાર રાખી રહી છે: મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા

Navbharat