NavBharat
Education

દરેક કેમિકલની ઝેરી અસર નિવારવા એન્ટી-ડોટનું નિર્માણ જરૂરી: NFSU કુલપતિ

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે “કેમિકલ સેફ્ટી એન્ડ સિક્યોરિટી ફોર હેલ્થ એન્ડ એન્વાયર્નમેન્ટ” (ICCSSHE 2023) અંગેની ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સની થીમ છે, “રાસાયણિક સલામતી” અને “રાસાયણિક સુરક્ષા” છે. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર નેશનલ એસોસિએશન ફોર કેમિકલ સિક્યોરિટી (NACS), ગુજરાત યુનિવર્સિટી અને લદ્દાખ યુનિવર્સિટીના સહયોગથી સંયુક્તરૂપે થયું છે.

 
આ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસ; સુશ્રી નીલકમલ દરબારી, IAS (રિટાયર્ડ), પૂર્વ ચેરપર્સન-NACWC; હતા. પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર અને પ્રો.વી.કે. જૈન, પ્રમુખ-NACS મંચ ઉપર બિરાજમાન હતા.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે પોતાના અધ્યક્ષીય ભાષણમાં જણાવ્યું હતું કે, માનવ દ્વારા દરરોજ વપરાશમાં આવતા પ્રત્યેક કેમિકલ્સના વપરાશમાં રહેલા આરોગ્યલક્ષી જોખમો, સુરક્ષા અને સલામતીના સંદર્ભમાં ભારતમાં એન્ટી-ડોટ (પ્રતિકારક ડોઝ)નું વિકસાવવા ઉપર ભાર મૂક્યો હતો.
ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે, દૈનિક જીવનમાં આપણે સવારેથી માંડીને સાંજ સુધી ટૂથપેસ્ટથી લઈને દવાઓમાં લઈએ છીએ. જેમાં વિવિધ સ્વરૂપે કેમિકલ રહેલું હોય છે. કેમિકલની ઝેરી અસર નિવારવા એન્ટીડોટ (પ્રતિકારક ડોઝ) તત્કાળ ઉપલબ્ધ હોવા જરૂરી છે. જે વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે સુરક્ષા અને સલામતી માટે ઉપયોગી બનશે.
 
ડૉ. જે.એમ. વ્યાસે ઉમેર્યું હતું કે એમોનિયમ નાઇટ્રેટ અને યુરિયાનનો દુરુપયોગ બોમ્બ જેવી વિનાશક પ્રવૃત્તિઓમાં થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેના નિવારણ માટે ખેડૂતો માટે તથા ઔદ્યોગિક વપરાશ માટેના કેમિકલનું નિર્માણ અલગ પ્રકારે થાય એ માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું સૂચન અત્યંત ઉપયોગી સાબિત થયું. જેમાં યુરિયામાં લીમડાના તેલના ઉપયોગથી વિશિષ્ટ ખાતરનું નિર્માણ થયું. કેમિકલ સંબંધિત જરૂરી જાણકારી જનસામાન્યને ઉપલબ્ધ થઈ શકે હેતુથી NFSU ખેડૂતો, કામદારો, એન્ફોર્સમેન્ટ એજન્સીઓના અધિકારીઓ વગેરે માટે ખાસ તાલીમ કાર્યક્રમ શરૂ કરવા તત્પર છે. જેથી, સાચા અર્થમાં વ્યક્તિ, સમાજ, સંસ્થા અને રાષ્ટ્રને સલામતી અને સુરક્ષા પુરી પાડી શકાય.
 
નીલકમલ દરબારી, IAS (રિટાયર્ડ), પૂર્વ ચેરપર્સન-NACWCએ જણાવ્યું હતું કે માનવીના આરોગ્યને ટકાવવા અને દીર્ઘાયુ માટે કેમિકલનું મહત્ત્વનું યોગદાન છે. તેથી તેની અવગણના ન થઈ શકે. તેનો દુરુપયોગ રોકવા માટે નીતિ-નિયમો જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પણ આ અંગે ચિંતિત છે. ખાસ કરીને પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં કેમિકલ શસ્ત્રોનો જે ઉપયોગ થયો હતો. તેવા 99 ટકા કેમિકલ શસ્ત્રોનો નાશ કરાયો છે. વર્તમાન સમયમાં ત્રાસવાદી પ્રવૃત્તિ કરતાં પરિબળોથી માનવજાતની સુરક્ષા સમયની માગ છે. નેશનલ એસોસિએશન ફોર કેમિકલ સિક્યોરિટીના વડા, પ્રો.વી.કે. જૈને વૈશ્વિકસ્તરે કેમિકલના દુરુપયોગથી થતી ઘાતક અસરો સામે સુરક્ષાલક્ષી પગલાં ભરવા માટે અનુરોધ કર્યો હતો. 
 
પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર દ્વારા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના કોન્ફરન્સ માટે મોકલાવેલા શુભેચ્છા સંદેશાનું પઠન કર્યું હતું. ડૉ. જુનારેએ NFSU દ્વારા તૈયાર થયેલા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટિ માટેના વિશિષ્ટ કોર્સ “પીજી ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી, હાઇજીન એન્ડ એેન્વાયરમેન્ટ મેનેજમેન્ટ” અંગે પણ માહિતી આપી હતી.
ઉદ્ઘાટન કાર્યક્રમની આભારવિધિ પ્રો. પી.મૈતી, ડીન, સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા થઈ હતી. આ પ્રસંગે સી.ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર-NFSU સહિત વિવિધ સ્કૂલ્સના ડીન, NFSUના અધ્યાપક ગણ, 200થી વધુ ઇન્ડસ્ટ્રી અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
 
 
 

Related posts

સિમ્બાયોસિસ MBA રજીસ્ટ્રેશન માટે SNAP 2023 હવે ખુલ્લું છે: સત્તાવાર શરૂઆતની જાહેરાત

Navbharat

ગાંધીનગરના GNLU ખાતે  એસોચેમ દ્વારા “ મેકિંગ ગુજરાત અ ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર ક્વોલિટી એજ્યુકેશન” વિષય પર કોન્ફરન્સનું આયોજન કર્યું

Navbharat

સીબીએસઈ 15 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ દરમિયાન ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા 2024 નું આયોજન કરશે.

Navbharat