NavBharat
Sport

વર્લ્ડ કપ-2023માં ખરાબ પ્રદર્શન વચ્ચે ઇંગ્લેન્ડને વધુ એક ઝાટકો, આ સ્ટાર ઓલરાઉન્ડરે કરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત

ભારતમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ, 2023માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગલેન્ડનું અત્યાર સુધી ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું છે. ત્યારે હવે આ ટીમના એક મહત્ત્વપૂર્ણ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. માહિતી મુજબ, 33 વર્ષીય આ ઓલરાઉન્ડરને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેના 2023-24ના વાર્ષિક કરારમાં પણ સ્થાન આપ્યું ન હતું. સ્ટાર ઓલરાઉન્ડર ડેવિડ વિલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.

ડેવિડ વિલીએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી આ માહિતી આપી છે. તેણે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે રમવાનું સપનું જોયું હતું તેમ જણાવ્યું હતું. સાથે જ કહ્યું હતું કે, તેણે વિશ્વ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો અફસોસ સાથે નિર્ણય કર્યો છે. આ સાથે તેણે લાંબી પોસ્ટ લખી પત્ની, બે બાળકો, તેના મમ્મી અને પપ્પાનો આભાર માન્યો છે. વિલીએ ઈંગ્લિશ ટીમ માટે કુલ 70 ODI મેચ રમી છે અને 627 રન બનાવ્યા, જ્યારે બોલિંગમાં તેણે 94 વિકેટ ઝડપી. વિલીએ તેની ODI કારકિર્દીમાં એક વખત પાંચ વિકેટ પણ લીધી હતી. 30 રનમાં 5 વિકેટ તેની ODI કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્પેલ હતો.

જણાવી દઈએ કે, ઓલરાઉન્ડર વિલીએ વર્ષ 2015માં ન્યૂઝીલેન્ડ સામે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત પણ કરી હતી. વિલીએ ઈંગ્લેન્ડ માટે કુલ 43 ટી-20 મેચ રમી અને આ દરમિયાન તેણે 130ના સ્ટ્રાઈક રેટથી 226 રન બનાવ્યા. આ સાથે જ તેણે બોલિંગમાં 51 વિકેટ લીધી હતી. માહિતી મુજબ, નિવૃત્તિ છતાં, વિલી ઘરે અને વિશ્વભરમાં ટૂંકા ફોર્મનું ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.

Related posts

ભારત vs ઈંગ્લેન્ડ

Navbharat

IND Vs SL: ‘માય નેમ ઈઝ લખન’ ગીત પર વિરાટ કોહલીએ મેચ વચ્ચે મેદાન પર કર્યો ડાન્સ, ફેન્સે આપી આવી પ્રતિક્રિયા!

Navbharat

ટીમ ઈન્ડિયાની હાર બાદ રિકી પોન્ટિંગે કહ્યું, મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના કેટલાક ખેલાડીઓ..!

Navbharat