NavBharat
Spiritual

આજથી દિવાળી સુધી દરરોજ શુભ મુહૂર્ત, આ રાજયોગોમાં ખરીદી કરવાનું વિશેષ મહત્ત્વ!

ભારત દેશમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. દિવાળી નિમિત્તે તહેવારના એક સપ્તાહ પહેલાથી જ દુકાનોમાં ગ્રાહકોની નોંધપાત્ર ભીડ જોવા મળતી હોય છે. ધનતેરસ નિમિત્તે લોકો સોના-ચાંદી સહિતના દાગીનાની વિશેષ ખરીદી કરતા હોય છે, જેના કારણે ધનતેરસ પર બજારોની જાહોજલાલી જોવા જેવી છે, જે ખરીદી માટેનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનું મહત્ત્વ વધુ વધી શકે છે. ખરેખર, ધનતેરસ-દિવાળીના થોડા દિવસો પહેલા, ખરીદી માટે ખૂબ જ શુભ તકો સર્જાઈ રહી છે. આ શુભ સમય દરમિયાન કરવામાં આવેલી ખરીદી અપાર સુખ અને સમૃદ્ધિ લાવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દિવાળી સુધી દરરોજ કોઈને કોઈ રાજયોગ અથવા શુભ યોગ રહેશે.

7થી 12 નવેમ્બર સુધી દરરોજ શુભ યોગ

આ શુભ મુહૂર્ત માત્ર ખરીદી કરવા માટે જ શુભ નથી, આ સિવાય નવા કામ કે ધંધાની શરૂઆત કરવા માટે પણ શુભ છે. વાસ્તવમાં, 7 નવેમ્બરથી 12 નવેમ્બર, 2023 સુધી દરરોજ કેટલાક શુભ યોગ – શુક્લ, બ્રહ્મા, ઈન્દ્ર, સ્થિર, પ્રીતિ, આયુષ્માન, સૌભાગ્ય, દામિની, ઉભયચારી, વરિષ્ઠ, સરલ, શુભકર્તરી, ગજકેસરી અને સર્વાર્થસિદ્ધિ વગેરેની રચના થઈ રહી છે. આ મુહૂર્તો ખરીદી અને નવા કામ માટે વિશેષ અને શુભ માનવામાં આવે છે.

ધનતેરસ પર 4 રાજયોગ

આ બધામાં સૌથી શુભ સમય દિવાળી પહેલા 10મી નવેમ્બર 2023, ધનતેરસનો હશે. ધનતેરસના દિવસે 4 રાજયોગ અને 1 શુભ યોગ બની રહ્યો છે. આ રીતે, ધનતેરસ પર 5 શુભ યોગોના મહાન સંયોગને કારણે, આ દિવસ સોનું, ચાંદી, પિત્તળના વાસણો વગેરેની ખરીદી તેમ જ નવા કાર્યની શરૂઆત કરવા માટે શ્રેષ્ઠ રહેશે.

(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related posts

આગામી શરદપૂર્ણિમાએ ચાર ગુજરાતી કવિઓને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે.

Navbharat

નવેમ્બર મહિનામાં બે શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ, પ્રથમ રહેશે ખૂબ જ ખાસ, જાણો શુભ મુહૂર્ત અને પૂજા સમય વિશે!

Navbharat

શનિવારે આવે છે કાળી ચૌદશ, જાણો પૂજા, ઉપાય અને તેના મહત્ત્વ વિશે!

Navbharat