NavBharat
Sport

કોકા-કોલા દ્વારા આઠ વર્ષ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સાથે ભાગીદારી વિસ્તારવામાં આવી

ધ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) અને કોકા-કોલા 2031ના
અંત સુધી સર્વ ત્રણ ફોર્મેટ્સમાં આઈસીસી વર્લ્ડ ઈવેન્ટ્સનો સમાવેશ ધરાવતી આઠ વર્ષની વૈશ્વિક
ભાગીદારીની ઘોષણા કરવામાં રોમાંચ અનુભવે છે.
વિધિસર સહીસિક્કા સમારંભ આઈસીસીના વડામથકે હાથ ધરાયો હતો, જે ભાગીદારી માટે ઐતિહાસિક
સીમાચિહન છે અને કોકા-કોલાની સ્પોર્ટસ પ્રત્યે કટિબદ્ધતા દર્શાવે છે. આ આઠ વર્ષની ભાગીદારી આઈસીસીની
વૈશ્વિક ભાગીદાર તરીકે 13 વર્ષની કુલ સમયરેખા (2019થી 2031)માં એક બ્રાન્ડ સાથે આઈસીસી દ્વારા
રચવામાં આવેલા સૌથી લાંબા સહયોગમાંથી એક તરીકે જોડાણને સમર્થન આપે છે.
આ સંબંધમાં કોકા-કોલા કંપનીની બ્રાન્ડ્સ ખાસ નોન- આલ્કોહોલિક બેવરેજ પાર્ટનર્સ બનશે. કરારમાં 2031ના
અંત સુધી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ્સ, આઈસીસી ટી20 વર્લ્ડ કપ્સ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીઝ સહિત
સ્પોર્ટની શિખર પર સર્વ પુરુષો અને મહિલાઓની ઈવેન્ટ્સનો સમાવેશ થાય છે. ભાગીદારીના ક્રમ દરમિયાન
દર વર્ષે મુખ્ય આંતરરાષ્ટ્રીય પુરુષો અને સ્ત્રીઓની ઈવેન્ટ્સ રહેશે અને દરેક બે વર્ષ માટે વર્લ્ડ ટેસ્ટ
ચેમ્પિયનશિપ ફાઈનલો પણ સમાવેશ રહેશે.
આઈસીસીના ચીફ કમર્શિયલ ઓફિસર અનુરાગ દાહિયાએ જણાવ્યું હતું કે, “અમે સીમાચિહનરૂપ આઠ વર્ષની
ભાગીદારીમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આઈસીસીની વૈશ્વિક ભાગીદાર તરીકે ધ કોકા-કોલા કંપનીનું પાછું
સ્વાગત કરવા માટે ભારે રોમાંચિત છીએ, જે દુનિયાની અગ્રણી બ્રાન્ડ્સમાંથી એકને દુનિયામાં દ્વિતીય સૌથી

વિશાળ સ્પોર્ટ સાથે જોડે છે. આ લાંબા ગાળાનો સહયોગ નવા કમર્શિયલ યુગમાં લઈ જાય છે, જે સ્પોર્ટ માટે
રોમાંચક પાસાંઓથી ભરચક છે. યુએસએ અને વેસ્ટ ઈન્ડીઝમાં મેન્સ ટી20 વર્લ્ડ કપ અને બંગલાદેશમાં
વુમન્સ એડિશન નજીકમાં છે ત્યારે અમે અભૂતપૂર્વ વૈશ્વિક વૃદ્ધિ અને સહભાગ માટે સુસજ્જ છીએ. આ
ભાગીદારી અમારા સ્પોર્ટસના વિસ્તરણની ઉજવણી કરવા સાથે અમારા દુનિયાભરના ચાહકોનો અનુભવ
બહેતર બનાવવાની નાવીન્યપૂર્ણ તકોનું વચન પણ આપે છે.”
ધ કોકા-કોકા કંપની ખાતે ગ્લોબલ સ્પોર્ટસ અને એન્ટરટેઈનમેન્ટ માર્કેટિંગ અને પાર્ટનરશિપ્સના વીપી
બ્રેડફરોડ રોસે જણાવ્યું હતું કે, “વૈશ્વિક સ્પોર્ટસ ભાગીદારીના અમારા સમૃદ્ધ ઈતિહાસ સાથે સુમેળમાં આઈસીસી
સાથે જોડાણ સ્પોર્ટસના ચાહકોને તાજગી આપવાની અને તેમના મનોરંજન અનુભવનો નવી ઊંચાઈએ લઈ
જવાની અમારી કટિબદ્ધતા પર ભાર આપે છે. સ્પોર્ટસ લોકોને જોડવાની બહુ તાકાત ધરાવે છે અને આ
ભાગીદારી અમને દુનિયાની ક્રિકેટિંગ ગેમ માટે જોશ સાથે અમારી બ્રાન્ડની ખૂબીઓને જોડવાની અજોડ તક
અમને પૂરી પાડે છે. અમે અમારા વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો સાતે ગ્રાહકોને ખુશી આપવાનું અને ચાહકો માટે
અજોડ અનુભવ નિર્માણ કરવાનું ચાલુ રાખવા પ્રયાસ કરીશું.” 
તાજેતરના આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ઈન્ડિયા 2023 દરમિયાન થમ્સ અપ અને લિમકા સ્પોર્ટઝ ખાસ
બેવરેજ અને સ્પોર્ટસ ડ્રિંક ભાગીદાર હતી, જેમણે ઘણા બધા ઓનલાઈન અને ઓફફલાઈન ચાહક સહભાગ
એક્ટિવેશન્સને સક્રિય કર્યા હતા. ઉપરાંત સ્પ્રાઈટ તેની રોચક ઠંડરખ કેમ્પઈન સાથે કેન્દ્રબિંદુમા રહી હતી, જેનું
લક્ષ્ય સૌથી મોટા વર્લ્ડ કપ થકી ક્રિકેટના ચાહકોનો જોશ વધારવા અને સક્ષમ રાખવાનું છે.
કોકા-કોલા દુનિયાભરમાં સ્થાનિક સ્પોર્ટિંગ ઈવેન્ટ્સ અને સંસ્થાઓને ટેકો આપવા માટે વૈશ્વિક સ્તરે કટિબદ્ધ છે.
ધ કોકા-કોલા કંપનીનો ઓલિમ્પિક્સ સાથે આઠ દાયકા લાંબો સહયોગ છે. ઉપરાંત ચાર દાયકાથી તે ફિફા,
ટી20 વર્લ્ડ કપ સાથે સંકળાયેલી છે અને લોકોને એકત્ર લાવવા અને જીવનમાં પરિવર્તન લાવવા માટે
સ્પોર્ટસની શક્તિનો ઉપયોગ કરે છે. ભારતમાં ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ સાથે થમ્સ અપનું તાજેતરનું
જોડાણ સ્પોર્ટસમાં કંપનીના વિસ્વાસ અને તાજગીપૂર્ણ ફરક લાવવા માટે તેના રોમાંચક પ્રવાસનો દાખલો છે.
ધ કોકા-કોલા કંપની વિશે
ભારતમાં કોકા-કોલા દેશની અગ્રણી બેવરેજ કંપનીમાંથી એક છે, જે ગ્રાહકોને શ્રેણીબદ્ધ ઉચ્ચ ગુણવત્તાના અને
તાજગીપૂર્ણ બેવરેજ વિકલ્પો આપે છે. કંપની બેવરેજીસ ફોર લાઈફના તેના ધ્યેયની રેખામાં પ્રોડક્ટોનો
વ્યાપક પોર્ટફોલિયો ઓફર કરે છે, જેમાં હાઈડ્રેશન, સ્પોર્ટસ, સ્પાર્કલિંગ, કોફી, ટી, ન્યુટ્રિશન, જ્યુસ અને ડેરી
આધારિત પ્રોડક્ટોનો સમાવેશ થાય છે. ભારતમાં તેની બેવરેજની શ્રેણીમાં કોકા-કોલા, કોકા-કોલા ઝીરો શુગર,
ડાયેટ કોક, થમ્સ અપ, ચાર્જડ બાય થમ્પ અપ, ફેન્ટા, લિમકા, સ્પ્રાઈટ, માઝા, જ્યુસની મિનિટ મેઈડ રેન્જ
અને જ્યુસ બેવરેજીસનો સમાવેશ થાય છે. કંપની હાઈડ્રેશન બેવરેજીસ પણ ઓફર કરે છે, જેમાં લિમકા
સ્પોર્ટ્ઝ, સ્માર્ટવોટર, કિનલે, દાસાની અને બોનાક્યા પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર અને કિન્લે ક્લબ સોડાનો સમાવેશ
થાય છે. પ્રીમિયમ પ્રોડક્ટોમાં સ્વેપ્પીસ રેન્જ અને સ્માર્ટવોટરનો સમાવેશ થાય છે. ઉપરાંત તે કોફી અને
ચાની શ્રેણીમાં કોસ્ટા કોફી અને ઓર્ગેનિક ગ્રીન ટી આધારિત બેવરેજ- હોનેસ્ટ ટી ઓફર કરે છે. કંપની તેનાં

ડ્રિંક્સમાં શુગર ઓછું કરવાથી લઈને બજારમાં નાવીન્યપૂર્ણ નવી પ્રોડક્ટો લાવવા સુધી તેના પોર્ટફોલિયોમાં
સતત પરિવર્તન લાવે છે.
કંપની તેની માલિકીની બોટલિંગ કામગીરી અને ફ્રેન્ચાઈઝ બોટલિંગ ભાગીદારો સાથે લગભગ 4 મિલિયન
રિટેઈલ આઉટલેટ્સનું મજબૂત નેટવર્ક ધરાવે છે, જે દેશભરના લાખ્ખો ગ્રાહકોને તાજગી આપે છે. તે લોકો,
સમુદાય અને પૃથ્વી પર જળ બચત, પેકેજિંગ રિસાઈકલિંગ, સક્ષમ કૃષિ પહેલો અને કાર્બન ઉત્સર્જન ઘટાડા
થકી તેની મૂલ્ય શૃંખલામાં હકારાત્મક પ્રભાવ પાડવા માગે છે.
વૈશ્વિક સ્તરે તેની બોટલિંગ ભાગીદારો સાથે મળીને કોકા-કોલા કંપની 700,000થી વધુ લોકોને રોજગાર
આપીને દુનિયાભરના સ્થાનિક સમુદાયોને આર્થિક તક પૂરી પાડે છે. વધુ જાણકારી માટે
www.cocacolacompany.com જુઓ અને અમને ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને લિંકેડિન પર ફોલો કરો.

Related posts

એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સામે 228 રને જીત

Navbharat

IPL માર્ચ 2024ના અંતમાં શરૂ થશે, આવતા સપ્તાહ સુધીમાં શરુ થશે હરાજી 

Navbharat

વર્લ્ડ કપ હાર્યા બાદ રોહિત શર્માના આંસુ જોઈને આ વિદેશી ખેલાડીનું પણ છલક્યું દર્દ! કહ્યું- હું અનુભવી શકું છું કે..!

Navbharat