NavBharat
Politics/National

રાજસ્થાનમાં સીએમ યોગીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું- જ્યારે પણ દેશ પર સંકટ આવે છે ત્યારે કોઈ ઇટાલી જાય છે તો કોઈ…!

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિશાન સાધ્યું છે. યોગીએ કહ્યું કે, જ્યારે પણ દેશમાં કોઈ આફત આવે છે ત્યારે કોઈ ઈટાલી જાય છે તો કોઈ જયપુર આવે છે. જણાવી દઈએ કે, દિલ્હીમાં ખરાબ પ્રદૂષણને કારણે ડોક્ટરોની સલાહ પર સોનિયા ગાંધી આ દિવસોમાં જયપુર આવ્યા છે.

મીડિયા અહેવાલ અનુસાર, સીએમ યોગીએ કોંગ્રેસ પર નિશાન શાધતા કહ્યું હતું કે, કોંગ્રેસ કહેતી હતી કે દેશના સંસાધન પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. કોંગ્રેસ ગરીબોના હક છીનવી લે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના સંસાધનો પર યુવાનો અને ગરીબોનો પ્રથમ અધિકાર છે, આથી મોદીજીએ સબકા સાથ, સબકા વિકાસનો નારો આપ્યો હતો. કેન્દ્ર સરકારની યોજનાઓની ચર્ચા કરતા સીએમ યોગીએ કહ્યું હતું કે, ‘આ રામરાજ્ય છે.’ તમને જણાવી દઈએ કે, યોગી આદિત્યનાથ ગુરુવારે રાજસ્થાનના ઈટાવા, કેકડી અને બુંદીમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.

સીએમ યોગીએ આગળ કહ્યું કે, કોંગ્રેસે રામ મંદિર નિર્માણનું કામ અટકાવ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ અમારી વાત અને નારાઓ પર હસતા હતા. કોંગ્રેસના નેતાઓ કહેતા હતા કે તેઓ તેને કેવી રીતે બનાવશે. ત્યારે અમે નારા લગાવ્યા કે, રામલલ્લા અમે આવીશું. જે બાદ અમે ત્યાં જ મંદિર બનાવવાનો નારો આપ્યો હતો.

કોંગ્રેસ એ સમસ્યાઓનો બોજ!

યોગીએ કહ્યું કે, 22 જાન્યુઆરીએ જ્યારે રામ લલ્લા પીએમના હાથે મંદિરમાં બિરાજમાન થશે ત્યારે રાજસ્થાનના લોકોએ અયોધ્યા આવવું પડશે. યોગીએ કહ્યું કે, કોંગ્રેસ સમસ્યાઓથી દબાયેલી છે. કોંગ્રેસે માત્ર સમસ્યાઓ આપી અને ભાજપે સમસ્યાઓ ઉકેલી. યોગીએ પોતાની જનસભામાં એમ પણ કહ્યું કે, આ વખતે રાજસ્થાનમાં પરિવર્તન આવશે. ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીને કોંગ્રેસનું મૂળ ગણાવતા યોગીએ કહ્યું કે, આનો ઉકેલ માત્ર ભાજપ અને મોદી જ છે. મોદીએ આતંકવાદનું મૂળ કલમ 370 નાબૂદ કરી છે.

Related posts

બીજેપી સાંસદ નિશિકાંત દુબેનો મોટો દાવો, કહ્યું- લોકપાલે મહુઆ મોઇત્રા સામે CBI તપાસનો આદેશ આપ્યો

Navbharat

‘અડધી નહીં પૂરી રકમ ચૂકવવી પડશે’; સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કેજરીવાલ સરકારને લગાવી ફટકારી! જાણો શું છે મામલો?

Navbharat

મહારાષ્ટ્રની રાજનીતિ

Navbharat