NavBharat
Politics/National

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૦ ડિસેમ્બરે રવિવારે ધોલેરાના હેબતપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાશે

વિકસિત ભારત સંકલ્પ યાત્રા- અમદાવાદ જિલ્લો કે જ્યાં વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૦ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ રવિવારે ધોલેરાના હેબતપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં હાજર રહેશે.જે સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં હેબતપુર ખાતે યોજાઈ સમીક્ષા બેઠક.
સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ૧૦ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ રવિવારે ધોલેરા તાલુકાના હેબતપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહેવાના છે. મુખ્યમંત્રીના હસ્તે તાલુકાના કેટલાક લાભાર્થીઓને લાભ વિતરણ કરાશે.
મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં યોજાનારા આ સમારંભને સફળ બનાવવા માટે આજે જિલ્લા કલેકટર પ્રવીણા ડી. કે.ની અધ્યક્ષતામાં હેબતપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવે તથા નિવાસી અધિક કલેક્ટર સુધીર પટેલ સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં કાર્યક્રમના આયોજન સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર આયોજનની સમીક્ષા કરીને કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીએ જરૂરી સૂચનો આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રવિવારે મુખ્યમંત્રીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાનાર વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર જહેમત ઉઠાવી રહ્યું છે.j
 
અમદાવાદ જિલ્લો- વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત 100થી વધુ ગામડાંઓમાં ફરી સંકલ્પ યાત્રા-53000થી વધુ લોકોએ લીધા વિકસિત ભારત માટે શપથ લીધા છે. 29,000થી વધુ લોકોએ હેલ્થ ચેકઅપ કેમ્પનો લીધો લાભ, 2400થી વધુ યુવાનોએ ‘માય ભારત’ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું.
9500 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ એનાયત કરાયાં
કેન્દ્ર સરકાર દ્વારા છેવાડાના લોકો સુધી જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે, તમામ લાભાર્થી અને નાગરિકો સુધી યોજનાઓને પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવાના લક્ષ્યાંક સાથે દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરાયું છે. જે અંતર્ગત અમદાવાદ શહેર તથા જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઠેર ઠેર ફરી રહી છે.
 
 
 
 
 

Related posts

બીજેપી સાંસદ નિશિકાંત દુબેનો મોટો દાવો, કહ્યું- લોકપાલે મહુઆ મોઇત્રા સામે CBI તપાસનો આદેશ આપ્યો

Navbharat

વિશ્વ બેંકના લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ રિપોર્ટ 2023માં ભારત 139 દેશોમાંથી 38મા ક્રમે, ભારતનો ક્રમ વર્ષ 2014માં 54 હતો તેની સરખામણીએ 16 ક્રમ સુધર્યો

Navbharat

ઓમ બિરલાએ આસામ વિધાનસભાની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું

Navbharat