NavBharat
Sport

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બનનાર રવી બિશ્નોઈ શું T20 વર્લ્ડ કપમાં થઈ શકે છે સામેલ?

રવિ બિશ્નોઈએ ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું આ કારણે તે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. પાંચ મેચમાં તેને નવ વિકેટ ચટકાવી હતી. 
અદભૂત પ્રદર્શનના કારણે તેણે આગામી T20 વર્લ્ડ કપ માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. વર્તમાન પ્રદર્શનને જોતા ટીમમાં કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાનું સ્થાન 
નિશ્ચિત માનવામાં આવે છે. હવે ત્રીજા સ્પિનરની પસંદગી થશે. જો આપણે તાજેતરના પ્રદર્શન પર નજર કરીએ તો, રવિ બિશ્નોઈ અન્ય ખેલાડીઓ કરતા આગળ છે. 

ઓસ્ટ્રેલિયા સામે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ મેચમાં રવિ બિશ્નોઈએ ચાર ઓવરમાં 54 રન આપ્યા હતા. આ પછી તેણે શાનદાર વાપસી કરી અને ચુસ્ત બોલિંગ કરી. 
ઓસ્ટ્રેલિયન બેસ્ટમેનોને માત આપી હતી. આ સાથે અંતિમ મેચ સુધી તેને શાનદાર પ્રદર્શન કર્યું હતું જેથી તેની દાવેદારી વધુ મજબૂત માનવામાં આવી રહી છે. 

ચહલનું સ્થાન આગામી સમયમાં લઈ શકે છે 
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણી માટે રવિ બિશ્નોઈની પસંદગી ટીમ મેનેજમેન્ટની લાંબા ગાળાની રણનીતિનો એક ભાગ છે. ભારતે વર્લ્ડ કપ પહેલા છ ટી-20 રમવાની છે 
અને તે સમજી શકાય છે કે 23 વર્ષીય રવિ બિશ્નોઈને યુઝવેન્દ્ર ચહલ કરતાં પ્રાધાન્ય મળવાની ખાતરી છે. ચહલ દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમનો 
ભાગ નથી. તેની વનડે શ્રેણી માટે પસંદગી કરવામાં આવી છે. ચહલે આ વર્ષે નવ ટી-20 મેચમાં નવ વિકેટ લીધી છે. જ્યારે, બિશ્નોઈએ 11 મેચમાં 18 વિકેટ લીધી છે.

પ્રદર્શનના કારણે ટી-20ના અન્ય ફોર્મેટમાં રમશે
િબશ્નોઈના આ પ્રદર્શનના કારણે દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી માટે પણ પસંદગી કરવામાં આવી છે. ત્યાં ત્રણ ટી-20 મેચ રમાવાની છે. તે પછી ભારતે જાન્યુઆરીમાં 
ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે ત્રણ ટી-20 મેચ રમવાની છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા સીધી T20 વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે. જોકે, ખેલાડીઓને આઈપીએલમાં પોતાને તૈયાર 
કરવાની અને સાબિત કરવાની તક મળશે.

Related posts

ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ ફરીથી શેડ્યૂલ થવાની શક્યતા છે

Navbharat

તમારા જીમેલના સ્પામ મેઈલથી કંટાળ્યા છો, જલદી જ ગૂગલ આપશે છૂટકારો જાણો કેવી રીતે 

Navbharat

અમદાવાદ કેવી રીતે વર્લ્ડ કપ દરમિયાન સમર્થન આપી શકે છે

Navbharat