NavBharat
Business

બિઝનેસ સમાચાર – એપલનું ભારતમાં મોટું રોકાણ, માન્યામાં ન આવે એટલા ફોન બનશે

આગામી બે-ત્રણ વર્ષમાં ભારતમાં વાર્ષિક 5 કરોડ આઈફોન બનાવવાની યોજના છે. વિશ્વભરમાં ફોન સૌથી વધુ પ્રિમીયમ બ્રાન્ડના જો વેચાતા હોય તો એ એપલ છે. એપલના સૌથી વધુ ફોન અંદાજે વિશ્વભરમાંથી ઈન્ડીયામાં વેચાઈ રહ્યા છે. જેથી ઈન્ડિયા એ એપલનું સૌથી મોટું માર્કેટ છે. ત્યારે ભારતમાં એપલના અનેક ફોન બની રહ્યા છે અને આસાનીથી વેચાઈ રહ્યા છે ત્યારે કંપની એ આ સંદર્ભે મહત્વનો નિર્ણય લીધો છે. એપલ અને તેના અન્ય સપ્લાયર્સ આગામી બે-ત્રણ વર્ષમાં ભારતમાં વાર્ષિક 5 કરોડ આઈફોન બનાવશે.

 
એપલના મુખ્ય સપ્લાયર ફોક્સકોને ગયા મહિને ભારતમાં આશરે રૂ. 13,000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. આ સાથે ટાટા જૂથ તેમાં સામેલ થયું છે. ટાટા તમિલનાડુમાં પણ iPhone બનાવવાની યોજના ધરાવે છે જ્યાં તેઓ ફોન બનાવશે. એપલની વ્યૂહરચના ચીન પર નિર્ભરતા ઘટાડવા અને સપ્લાય ચેનને અન્ય દેશોમાં લઈ જવાની છે. જો વ્યૂહરચના સફળ થાય છે, તો ભારત આ દાયકાના અંત સુધીમાં વૈશ્વિક આઇફોન ઉત્પાદનમાં એક ક્વાર્ટરનું યોગદાન આપી શકે છે. 
 
ટાટા જૂથ પણ તમિલનાડુમાં આઈફોન બનાવવાની યોજના બનાવી રહ્યું છે. બે વર્ષમાં તેની પાસે 20 એસેમ્બલી લાઇન અને 50,000 કર્મચારીઓ હશે. આઇફોન બનાવવા માટે ગ્રુપ કર્ણાટકમાં વિસ્ટ્રોનની ફેક્ટરી ખરીદી ચૂક્યું છે. જૂથ દેશમાં સૌથી મોટો iPhone એસેમ્બલી પ્લાન્ટ બનાવવા માટે Appleની મહત્વાકાંક્ષાઓને ટેપ કરવાની યોજના ધરાવે છે. એપલની સપ્લાયર કંપનીઓ પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ તેમને મળતી સબસિડી સાથે ભારતમાં તેમની ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. એપલના મુખ્ય સપ્લાયર ફોક્સકોને ગયા મહિને ભારતમાં આશરે રૂ. 13,000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. એપલની સપ્લાયર કંપનીઓ પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ તેમને મળતી સબસિડી સાથે ભારતમાં તેમની ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. ખાસ કરીને એપલ ફોનની ડીમાન્ડ પણ વધુ છે કેમ કે, જે યુઝર્સ એપલ ઉપયોગ કરે છે તે કદાચ જ કોઈ બ્રાન્ડનો ફોન ઉપયોગ કરવાનું વિચારે છે. જેથી ડિમાન્ડ સતત જોવા મળી રહી છે.

Related posts

સોનાની કિંમતમાં બુલિયન માર્કેટમાં વધી, જાણો શું છે સોનાના નવા ભાવો 

Navbharat

હિન્દુજાસ આરકેપ હસ્તગત કરવા માટે $1b એકત્ર કરશે

Navbharat

TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ IPO

Navbharat