NavBharat
Tech

વિધાનસભાના પરીણામો બાદ ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ, નિફ્ટી ગ્રીન સિગ્નલ પર 

વિધાનસભાના પરીણામો બાદ ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ, નિફ્ટી ગ્રીન સિગ્નલ પર ખૂલ્યા હતા. આ સાથે રોકાણકારોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો. કેમ કે, બજારો ખૂલતાની સાથે જ કેટલાક શેરોની ગતિ તેજ જોવા મળી હતી.

વિધાનસભાના પરીણામો બાદ ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. શુક્રવારથી આ તેજી બરકરાર જોવા મળી હતી. એક્ઝિટ પોલ બાદ સોમવારે પણ સેન્સેક્સ, નિફ્ટી ગ્રીન સિગ્નલ પર જોવા મળ્યા હતા. ચૂંટણી પરિણામોમાં ભાજપની જીત બાદ રોકાણકારો ઉત્સાહિત જોવા મળ્યા હતા. ભાજપની ત્રણ રાજ્યોની જીત બાદ સોમવારે બજારો રેકોર્ડ હાઈ પર ખુલ્યા હતા. 

શરૂઆતના કારોબારમાં, BSE સેન્સેક્સ 1,024.29 (1.51%) ના મજબૂત વધારા સાથે 68,504.43 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, NSE નિફ્ટી 304.40 (1.50%) પોઈન્ટ ઉછળીને 20,572.30 ના સ્તરે પહોંચ્યો હતો. 

આ સમયગાળા દરમિયાન અદાણી ગ્રુપના શેરમાં પણ 14%નો વધારો થયો હતો. નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સના શેર 4-7% વધ્યા હતા. સેન્સેક્સમાં SBI, ICICI, L&T, NTPC અને એરટેલના શેર બે ટકાના વધારા સાથે ટોપ ગેઇનર તરીકે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. આ સિવાય એમએન્ડએમ, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ અને એક્સિસ બેંકના શેર પણ ઉછાળા સાથે ખુલ્યા હતા. માત્ર નેસ્લેનો સ્ટોક જ લાલ નિશાનમાં ખૂલ્યો હતો.

શરૂઆતના કારોબારમાં, BSE સેન્સેક્સ 1,024.29 (1.51%) ના મજબૂત વધારા સાથે 68,504.43 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, NSE નિફ્ટી 304.40 (1.50%) પોઈન્ટ ઉછળીને 20,572.30 ના સ્તરે પહોંચ્યો હતો. આ સમયગાળા દરમિયાન બેન્ક નિફ્ટીએ પણ મજબૂતી દર્શાવી હતી અને તે 811 પોઇન્ટ વધીને 45,625 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ પહેલા શુક્રવારે BSE સેન્સેક્સ 492 પોઈન્ટ ચઢીને 67481 પર બંધ થયો હતો. અન્ય શેરોમાં પણ તેજી જોવા મળી હતી.

Related posts

શું તમે ફોનમાં સ્ટોરેજ ફૂલ થવાની સમસ્યાથી છો પરેશાન? તો અપનાવો આ ટિપ્સ!

Navbharat

ગૂગલના AI ચેટબોટ જેમિનીને લઈને અનેક અપેક્ષાઓ, પરીક્ષણો બાદ થશે લોન્ચ

Navbharat

Apple iPhone SE 4 માં વિલંબ થવાની સંભાવના છે

Navbharat