NavBharat
Sport

બૂમ-બૂમ બુમરાહની ઇન્સ્ટા સ્ટોરીએ મચાવી દીધો ખળભળાટ, MI છોડવા સુધીની ફેન્સ વચ્ચે થઈ રહી છે ચર્ચા!

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીએ સોશિયલ મીડિયા પર ચર્ચા વધારી છે. બુમરાહની સ્ટોરી જોયા પછી ફેન્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક ફેન્સ બુમરાહના મુંબઈ ઇન્ડિયન્સ છોડવા વિશે અનુમાન લગાવી રહ્યા છે, જ્યારે કેટલાક માને છે કે બુમરાહ હાર્દિક પંડ્યાના મુંબઈ પરત ફરવાથી ખુશ નથી.

વાસ્તવમાં, જસપ્રીત બુમરાહે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, “ક્યારેક શાંત રહેવું એ શ્રેષ્ઠ જવાબ છે.” બુમરાહે સ્ટોરી પોસ્ટ કરતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ હતી. ટ્વિટર પર ઘણા ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બૂમ-બૂમ બુમરાહ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બધુ બરાબર નથી અને તે ટીમ છોડવાની તૈયારી કરી શકે છે. તે જ સમયે, કેટલાક ચાહકોનું કહેવું છે કે બુમરાહ હાર્દિક પંડ્યાના મુંબઈ પરત ફરવાથી નાખુશ છે.

બુમરાહ શરૂઆતથી જ મુંબઈની સાથે

જસપ્રીત બુમરાહે આઈપીએલમાં પોતાના કરિયરની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સથી કરી હતી અને ત્યારથી તે આ ટીમ સાથે જોડાયેલો છે. બુમરાહે અત્યાર સુધી મુંબઈ માટે કુલ 120 મેચ રમી છે અને આ દરમિયાન તેણે કુલ 145 વિકેટ પોતાના નામે કરી છે. બુમરાહે મુંબઈને પાંચ વખત IPL ટ્રોફી જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

Related posts

પાકિસ્તાનના આ બે પૂર્વ ખેલાડીઓને સોંપાઈ ટીમમાં મહત્ત્વની જવાબદારી, એક પર લાગ્યો હતો પ્રતિબંધ!

Navbharat

એશિયન ગેમ્સ 2023 રેસલિંગ: બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ હશે ભારતની સીધી એન્ટ્રી, ટ્રાયલમાંથી મળશે છૂટ

Navbharat

વર્લ્ડ કપ ફાઇનલની હાર બાદ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા પીએમ મોદી, રોહિત- કોહલીનો હાથ પકડીને કહ્યું- આવું થતું રહે..! વીડિયો આવ્યો સામે

Navbharat