BMW ગોલ્ફ કપ 2023 ટુર્નામેન્ટ નેશનલ ફાઈનલ્સની ગુરુગ્રામ ખાતે ડીએલએફ ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ
ખાતે પૂર્ણાહુતિ થઈ. આ સૌથી પ્રતિષ્ઠિત એમેચર ગોલ્ફ સ્પર્ધામાં ગ્રાન્ડ ફિનાલેમાં સર્વોપરી સાબિત કરવા
માટે 39 પ્રાદેશિક સ્પર્ધાના વિજેતા જોવા મળ્યા હતા.
શ્રી વિક્રમ પાવાહ, પ્રેસિડેન્ટ, BMW ગ્રુપ ઈન્ડિયા કહે છે, “ધ BMW ગોલ્ફ કપ એક દાયકાથી વધુ સમયથી
યોજાય છે અને અમારા ગ્રાહકો અને સંભવિતો માટે યુવા અને આકર્ષક રહી છે. આ સ્પર્ધા દેશભરમાં ઘણા
બધા ગોલ્ફ એફિસિયેનેડોઝને પ્રેરિત કરે છે, જેથી અમારા ગ્રાહકલક્ષી સહભાગ માટે તેને ઉત્તમ અનુકૂળ
બનાવે છે. અમે બધા વિજેતાઓને તેમની સફળતા માટે અભિનંદન આપીએ છીએ અને સાઉથ આફ્રિકામાં
BMW ગોલ્ફ કપની વર્લ્ડ ફાઈનલ ખાતે ઉત્તમ ગોલ્ફ અનુભવ માટે તેમને શુભેચ્છા આપીએ છીએ.”
એક્સક્લુઝિવ, આમંત્રિતો માટે જ BMW ગોલ્ફ કપ 2023 12 શહેરમાં અને ભારતમાં ઉત્કૃષ્ટ ગોલ્ફ કોર્સ પર
15 સ્પર્ધા યોજાઈ હતી. 1500 આ પ્રાદેશિક સ્પર્ધાઓના વિજેતાઓએ BMW ગોલ્ફ કપ 2023 ની નેશનલ
ફાઈનલમાં સ્પર્ધા કરી હતી.
ઈન્ડિયા BMW ગોલ્ફ કપ 2021ની વર્લ્ડ ફાઈનલ ખાતે 50 સહભાગી દેશમાંથી એક હતો, જે 100,000
ખેલાડીઓના સહભાગ સાથે 1000 ક્વોલિફાઈંગ સ્પર્ધાઓ સાથેની વૈશ્વિક સિરીઝ છે. BMW ગોલ્ફ કપ
ગ્રાહકો, સંભવિતો અને ઓપિનિયન લીડરો માટે તૈયાર કરાયેલી એમેચર ગોલ્ફ ટુર્નામેન્ટ છે અને ખાસ
સામાજિક આદાનપ્રદાન માટે યોગ્ય સંમિશ્રણ પૂરું પાડે છે.