NavBharat
Tech

ભાજપની ત્રણ રાજ્યોમાં હેટ્રિક, પીએમ મોદીએ 2024ની જીતની હેટ્રિક ગણાવી 

ભારતીય જનતા પાર્ટીએ ત્રણ રાજ્યોમાં ભગવો લહેરાવ્યો છે. 3 રાજ્યોમાં ભાજપની ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીતને 2024ની જીતની હેટ્રિક ગણાવી છે. જીતને ઐતિહાસિક ગણાવતા તેમણે વિપક્ષી ગઠબંધન પર પણ તેમણે નિશાન સાધ્યું હતું. 

ભારતીય જનતા પાર્ટી એક પછી એક પોતાના નામે કરી રહી છે. ખાસ કરીને આ વિધાનસભાના પરીણામો ભાજપ માટે ઘણા મહત્વના રહેશે કેમ કે, ભાજપ આગામી 2024ની તૈયારીઓમાં લાગી ગયું છે ત્યારે આ જીત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી મહત્વની વાત પણ કહી હતી અને આ ત્રણ રાજ્યોની જીતને આગામી 2024ની હેટ્રિક સાથે સરખાવી દીધી છે. એટલે કે, પીએમ મોદીએ આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓને લઈને  જીતની હેટ્રિક કહ્યું છે. આ સાથે તેમને વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ જીત કોંગ્રેસના ઘમંડી ગઠબંધન માટે પાઠ છે. પરિવારના કેટલાક સભ્યો સાથે આવીને લોકોનું દિલ જીતી શકાતું નથી. તેમ તેમણે કહ્યું હતું. આ સાથે કાર્યકરોનો આભાર માન્યો હતો. 

રાજસ્થાનમાં ભાજપને મળી 115 બેઠકો

ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાનમાં 199માંથી 115 બેઠકો જીતી છે. અહીં કોંગ્રેસને 69 બેઠકો મળી હતી, જ્યારે અન્ય પક્ષો અને અપક્ષોને કુલ 15 બેઠકો મળી હતી. હાર સ્વીકારીને અશોક ગેહલોતે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. આ ચૂંટણીમાં ભાજપના 3 સાંસદો અને કોંગ્રેસના 17 મંત્રીઓ હારી ગયા છે. 

મધ્યપ્રદેશમાં 163 તો છત્તીસગઢમાં 54 

મધ્યપ્રદેશમાં ભાજપે બે તૃતિયાંશથી વધુ બેઠકો જીતી છે. પાર્ટીએ 230માંથી 163 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 66 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. છત્તીસગઢની 90 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 54 અને કોંગ્રેસે 35 બેઠકો જીતી છે. મુખ્યમંત્રી માટે રમણ સિંહના નામની ચર્ચા થઈ રહી છે. જો કે સીએમ પદ માટે સંઘ દ્વારા નવું નામ આગળ કરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Related posts

આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જાણો કેટલો થયો ફેરફાર, શું ખિસ્સા પર આવશે વધુ ભાર?

Navbharat

સૌથી સસ્તું 5G સ્માર્ટફોન – POCO M6 5G INR 9,499* ની અકલ્પનીય કિંમતે લૉન્ચ થાય છે

Navbharat

સમયનો ટ્રૅક રાખવા માટે ઘડિયાળ ઉમેરવા માટે YouTube ટીવી અપડેટ રજૂ કરે છે: વિગતો

Navbharat